Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

પડધરીના ઉકરડામાં જુગાર રમતા ૪ ઝડપાયા

કેતન, રોહીત, દાના ટોયટા અને વિજયની ધરપકડ

રાજકોટ તા.ર૬: પડધરીના ઉકરડા ગામ પાસે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પડધરી પોલીસ મથકના હેડ કોન્સ. ધર્મેશભાઇ પરમાર અને ભગીરથસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ઉકરડા ગામ પાસે રામપર જવાના કાચા રસ્તા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ઉકરડા ગામમાં રહેતા કેતન ખીમજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૦), રોહીત મોતીભાઇ ટોયટા (ઉ.વ.ર૪), દાના વીહાભાઇ ટોયટા (ઉ.વ.પર) અને વિજય રામજીભાઇ રાજપરા (ઉ.વ.૪૦)ને પકડી લઇ રૂ.૧૩૪૭૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

(12:09 pm IST)