Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

મોરબીમાં રિક્ષા સાઇડમાં લેવાનું કહી કોૈશિક જોગડીયા પર હુમલો

બે અજાણ્યા શખ્સોએ માથામાં પાઇપના ઘા ફટકાર્યા

રાજકોટ તા. ૨૭: મોરબી યોગીનગરમાં રહેતો કોૈશિક માધવજીભાઇ જોગડીયા (કોળી) (ઉ.વ.૩૦) રવિવારે સાંજે આઠેક વાગ્યે ઘર નજીક ચોકડીએ પોતાની રિક્ષામાંથી મુસાફર ઉતારતો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ જલ્દી રિક્ષા સાઇડમાં લઇ લેવાનું કહેતાં કોૈશિકે મુસાફર ઉતારીને લઇ લવ છું...તેમ કહેતાં બંનેએ ગાળો દઇ લોખંડના પાઇપથી હુમલો કરી માથામાં ઇજા કરતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હુમલો કરનારા શખ્સો નશાખોર જેવા હોવાનું કોૈશિકે જણાવ્યું હતું. ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.

(12:09 pm IST)