Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

મોરબીના રાજપરમાં પ્લાસ્ટીકનું બકડીયું સાંધતી વખતે લાભુબેન ભટ્ટી દાઝયા

રાજકોટ તા. ૨૭: મોરબીના રાજપરમાં રહેતાં લાભુબેન અમૃતલાલ ભટ્ટી (વાળંદ) (ઉ.વ.૫૫) દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

લાભુબેનના પતિ વાળંદ કામ કરે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તેઓ ચુલાની ઝાળે પ્લાસ્ટીકનું બકડીયુ સાંધી રહ્યા હતાં ત્યારે ગરમ થઇ પ્લાસ્ટીક ઓગળી કપડા પર પડતાં ભડકો થતાં દાઝી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.

(12:09 pm IST)