Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

શાપરમાં અનિલ મકવાણા પર ગોૈતમ, ગિરીશ, જયેશે છરી-પાઇપથી હુમલો કર્યો

ગોૈતમે રિક્ષાનો કાચ ફોડી નાંખ્યો હોઇ તેના પૈસા માંગતા ડખ્ખો

રાજકોટ તા. ૨૭: શાપર વેરાવળમાં રહેતાં રિક્ષાચાલક અનિલ નારણભાઇ મકવાણા (ઉ.વ.૨૪) પર રાત્રે નવેક વાગ્યે બુધ્ધનગરમાં હતો ત્યારે ગોૈતમ રાઠોડ, જયેશ, ગિરીશ અને ગોૈતમ વાલપરીએ હુમલો કરી છરીથી ડાબા કાને અને ડાબા હાથે ઇજા કરી તેમજ પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અનિલના કહેવા મુજબ પરમ દિવસે ગોૈતમ રાઠોડે તેની રિક્ષા હંકારી હતી અને ટ્રકમાં અથડાવતાં આગળનો કાચ ફુટી ગયો હતો. જે તે વખતે પોતે કાચના પૈસા આપી દેશે તેમ કહ્યું હતું. ગત રાતે તે ભેગો થઇ જતાં કાચના પૈસા માંગતા તેણે બીજા મિત્રો સાથે મળી હુમલો કર્યો હતો. શાપર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(12:08 pm IST)