Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

ભાવનગરના મહુવામાં બાથરૂમમાં પડી જતાં ઇજાઃ ભારતીબેન સોનીનું મોત

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારજનોમાં શોક

રાજકોટતા. ૨૭: ભાવનગરના મહુવામાં રહેતાં ભારતીબેન ધર્મેન્દ્રભાઇ સાગર (સોની) (ઉ.વ.૪૫)નું ઘરના બાથરૂમમાં પડી જતાં ઇજા થવાથી મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મહુવા રહેતાં ભારતીબેન તા. ૨૩/૧ના રોજ બાથરૂમમાં પડી જતાં ઇજા થતાં ભાવનગર સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર ભારતીબેનના પતિ પ્રાઇવેટન નોકરી કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બે સંતાન મા વિહોણા થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. રાજકોટ પોલીસે પ્રાથમિક કાગળો કરી મહુવા પોલીસને જાણ કરી હતી.

(12:08 pm IST)