Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

લીંબડી નામદાર ઠાકોર છત્રસાલજીનું નિધન

અંતિમયાત્રામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાઇને શ્રધ્ધાંજલી અર્પીઃ સ્વયંભૂ બંધ પળાયો

વઢવાણ,તા.૨૭: લીંબડીના નામદાર ઠાકોર છત્રસાલજીનું ટુકી માંદગી બાદ અવસાન થયું છે. ઠાકોર છત્રસાલજીની અંતિમયાત્રા અને અંત્યેષ્ઠી વિધિ વખતે વિવિધ ક્ષેત્રના આગેવાનો વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને સદ્ગતને શ્રધ્ધાંજલી અર્પી હતી. ગામમાં સ્વયંભૂ બંધ પળાયો હતો.

લીંબડી નામદાર ઠાકોર  છત્રસાલજી સાહેબની અંતિમયાત્રા  લીંબડી દિગભુવન પેલેસ થી નીકળી પુરા લીંબડી ની બજાર માં તેમની પાલખી સ્વરૂપે ફરીને રાજ પરિવાર સ્મશાન ખાતે લઈ જવામાં આવેલ ત્યાં તેમની અંતિમ વિધિ તેમના કુંવરશ્રી જયબાપુના હસ્તે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો તેમની સ્મશાન યાત્રામાં દેશ - વિદેશથી રાજા મહારાજાઓ ઉપસ્થિત રહીને શ્રધાંજલિ પાઠવી હતી. અને ભારત દેશમાં વિવિધ ક્ષેત્રના અને  સમાજના આગેવાનો, કાર્યકરો, નામી અનામી વ્યકિતઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ ઠાકોર સાહેબ અમર રહોના નારાઓ લગાવ્યા હતા અને તેમના માનમાં પુરા લિબડી શહેરના દરેક વેપારી મિત્રો સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ને સ્મશાન યાત્રામાં જોડાયા હતા.

(11:59 am IST)