Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રજાસત્તાક દિવસના ગીતોના સૂર રેલાયા

જામનગરઃ  સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રજાસતાક દિવસની પૂર્વસંધ્યાએ 'સ્પર્શ'મલ્ટી સિટી ઇવેન્ટ કલબ દ્વારા 'દેશ પૂકારે'શીર્ષક નીચે દેશભકિત ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો.  આ પ્રસંગે અભિજિત રાવ, ભૂમિજ ત્રિવેદી, નિકિતા શાહ અને પિંકી પટેલ જેવા કલાકારો દ્વારા સંગીતની મનમોહક પ્રસ્તુતિ દ્વારા પ્રેક્ષકોને મંત્રમગ્ધ કરી દીધા હતા. આ તકે સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગૃપ કેપ્ટન રવીન્દર સિંહએ સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદેશ પ્રજાકસતાક દિવસની ઉજવણી કરવાનો હતો. સંગીત વિદ્યાર્થીઓ અને સ્ટાફને રોજબરોજની દિનચર્યામાં બહાર લાવી સંગીતમય વાતાવરણમાં લાવે છે અને મનને તાજુ કરે છે. સાથે સાથે તે દેશભકિતની ભાવનાને જાગૃત કરે છે.

(11:41 am IST)