Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

વિરપુર(જલારામ) શ્રી રામકથા સ્થળે પૂ. મોરારીબાપુના હસ્તે ધ્વજવંદન

વીરપુર(જલારામ) : વીરપુર જલીયાણધામમાં અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવ રામકથામાં પૂજય મોરારીબાપુએ રાષ્ટ્રધ્વજને સલામી આપી. વીરપુરના પૂજય સંત શ્રી જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રત અન્નક્ષેત્રને ૨૦૦ વર્ષ થવાથી પૂજય બાપાના પરિવારજનો દ્વારા અન્નક્ષેત્ર દ્વિઙ્ગ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પૂજય મોરારીબાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામકથાના છેલ્લા દિવસે એટલે કે ૨૬મી જાન્યુઆરી ગણતંત્રના દિવસે સવારે પૂજય જલારામ બાપાના પરિવારજનો અને પૂજય મોરારીબાપુએ રામકથા સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવના છેલ્લા દિવસે ધર્મની ધજા સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.(તસ્વીર - અહેવાલઃ કિશન મોરબીયા - વીરપુર)

(11:36 am IST)