Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

પૂ. જલારામબાપા સહિત સંતોએ ચીંધેલા સદાવ્રત - જનકલ્યાણના માર્ગે ગુજરાત : રૂપાણી

વિરપુરમાં પૂ. જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્ર - સદાવ્રતને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા પૂ. મોરારીબાપુના વ્યાસાસને આયોજીત 'માનસ સદાવ્રત' શ્રી રામ કથાનો વિરામ

વિરપુર (જલારામ) : પૂ. મોરારીબાપુના વ્યાસાસને આયોજીત કથા શ્રવણનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ લાભ લીધો હતો. (તસ્વીર : કિશન મોરબીયા - વિરપુર)

 વિરપુર તા. ૨૭ :  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ જિલ્લાના વીરપુર ખાતેની જલારામ બાપાની સુપ્રસિદ્ઘ સદાવ્રત જગ્યામાં માનસ સદાવ્રત શ્રી મોરારી બાપુની રામકથાની પૂર્ણાહુતિ પ્રસંગે દર્શન અને આરતી કરી ધન્યતા અનુભવી હતી.

રામકથામાં શ્રી મોરારી બાપુના આશીર્વાદ લઈ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ભકતો સેવકોને દેશ અને ગુજરાતનીઙ્ગ માનવ અને જીવ માત્રના કલ્યાણ નીઙ્ગ સંસ્કૃતિની વાત કરતા જણાવ્યું હતુ કે,ઙ્ગ ઙ્ગજલારામબાપા, નરસિંહ મહેતા,સ્વામિનારાયણ ભગવાન સહિતના સંતોએ ચીંધેલા માનવઙ્ગ કલ્યાણનાં માર્ગે ગુજરાત આગળઙ્ગ વધ્યું છે. ગુજરાત મહાત્મા ગાંધીનું છે, સરદાર સાહેબનું છે. મોરારીબાપુ નું પણ છે તેમ જણાવીને ગુજરાત સંસ્કારી અનેઙ્ગ કરુણા તેમજ કોઈ ભૂખ્યું ન રહેઙ્ગ તેવી માનવતા વાળુ છે અને રહેશે, તેનું આપણને ગૌરવ છે તેમ પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામના પાઠવી અંતમાં કહ્યું કે મને આ કથામાં સહભાગી કરવા બદલ કથાના આયોજક પરિવાર નો આભાર માની કથામાં આરતી દર્શન કર્યા અંગે ધન્યતાની લાગણી અનુભવી હતી.

અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ રામ કથા પ્રસંગે આરતીમાં મુખ્યમંત્રીશ્રી સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ સહભાગી થયા હતા.આ પ્રસંગે જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ શ્રી રઘુરામ બાપા , તેમના બહેન કીર્તિબેન તથા શીલાબેન તેમજ પરિવારજનો અગ્રણીઓ સેવકો અને સૌરાષ્ટ્રના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી જલારામબાપાના મંદિરે દર્શન કરી સેવકોની સાથે સદાવ્રત પ્રસાદમા પણ સહભાગી થયા હતા.

(11:34 am IST)