Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પ્રજાસત્તાક પર્વની ભવ્‍યતાથી ઉજવણી

જીલ્લા-તાલુકા તથા ગ્રામ્‍ય કક્ષાએ ધ્‍વજવંદનઃ પ્રભાતફેરી, દેશભકિતના ગીતો સાથે સાંસ્‍કૃતિક કાર્યક્રમોની જમાવટ

ધોરાજીમાં પ્રજાસત્તાક પર્વની ભવ્‍યતાથી ઉજવણીઃ ધોરાજી : શહેરની જુદી-જુદી સંસ્‍થાઓમાં પ્રજાસત્તાક પર્વ નિમિતે ધ્‍વજવંદન સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

 

રાજકોટ તા. ર૭ :.. દેશના ૭૧ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અનુસંધાને સૌરાષ્‍ટ્રમાં જિલ્લા,  શહેર અને તાલુકા કક્ષાએ વિવિધ સંસ્‍થાઓ અને સરકારી કચેરીઓ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતાં. અને પ્રજાસત્તાક પર્વની ભવ્‍યતાથી ઉજવણી કરવામાં આવી હતી.

પ્રજાસત્તાક પર્વ અંતર્ગત ધ્‍વજવંદન, પ્રભાત ફેરી, દેશભકિતના ગીતો સહિત અનેકવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યુ હતું.

ધોરાજી

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી : પ્રજાસત્તાક પર્વ નિમિતે વેલજી વશરામ પટેલ વિદ્યાર્થી આશ્રમના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ ભારતનો નકશો બનાવવામાં આવેલ હતો અને આ ભારતનો નકશો જોવા વિદ્યાર્થીઓ બહોળી સંખ્‍યામાં આવેલ હતાં. આ તકે સંસ્‍થાના પ્રમુખ રસીકભાઇ ઘેટીયા અને મંત્રી લલીતભાઇ ઉકાણી દ્વારા વિદ્યાર્થીઓને સન્‍માનીત કરાયા હતાં.

ધોરાજી લેઉઆ પટેલ કેળવણી મંડળ

લેઉઆ પટેલ કેળવણી મંડળ દ્વારા સ્‍વતંત્ર પર્વ નિમિતે સંસ્‍થાના મેદાન ખાતે ધ્‍વજવંદન કરાયું અને ભવ્‍ય સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો  અને બેસ્‍ટ દેખાવો કરતા વિદ્યાર્થીઓને સન્‍માનીત કરાયા આ તકે સંસ્‍થાના પ્રમુખ કિશોરભાઇ  પટેલ, મેનેજીંગ ટ્રસ્‍ટી ધર્મેશભાઇ પટેલ, ટ્રસ્‍ટી મગનભાઇ બાબરીયા, કિશોરભાઇ માવાણી પૂર્વ અગ્રણી  જીમ્‍મી પટેલ, હરસુખભાઇ ટોપીયા, અરવિંદભાઇ અંટાળા, નારણભાઇ દૂધાત્રા, નયનાબેન અંટાળા, જે. કે. ઠુંમર, કુંદનબેન ભેરાણીયા, ગૌતમભાઇ જોગાણી તથા સ્‍ટાફ ગણ અને બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને મહેમાનો હાજર રહેલ હતાં.

(11:14 am IST)