Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

મોરબીમાં વરસાદમાં ધોવાય ગયેલા રોડની મરામત કામગીરીનો પ્રારંભ

મોરબી,તા.૨૭: શહેરના મુખ્ય માર્ગો વરસાદમાં ધોવાઈ ગયા હોય અને તૂટેલી હાલતમાં હોય જેથી દરરોજ વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેથી પાલિકા તંત્ર પ્રત્યે ભારોભાર નારાજગી જોવા મળતી હતી જોકે પાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તાના કામો માટે પ્રક્રિયા હાથ ધરી હોય અને આખરે રોડ રસ્તાનું કામ શરુ કરાયું છે જેમાં મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ રોડના કામનો શુભારંભ કરાયો છે

સરદાર બાગ સંપથી રવાપર ચોકડી અને શકિત પ્લોટ મેઈન રોડ ડામરથી મઢવામાં આવશે તે ઉપરાંત ગાંધીચોક નગરપાલિકા કચેરીથી રવાપર રોડ એવન્યુ પાર્ક સોસાયટી સુધી આરસીસી રોડ બનાવાશે સાથે જ આગામી દિવસોમાં સુપર ટોકીઝથી આસ્વાદ પાન, કલેકટર બંગલા રોડના કામો શરુ કરાશે અને ૧૬ રસ્તાઓ મામલે દરખાસ્ત કરવામાં આવી હોય જે રોડના કામો કરવામાં આવનાર છે જેથી નગરજનોમાં આનંદની લાગણી છવાઈ છે.

(10:25 am IST)