Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

જામનગર શહેર માંથી આધાર પુરાવા વગરના ૬૬ મોબાઇલ પકડી પાડતી જામનગર એસ. ઓ. જી. પોલીસ

પોલીસ અધિક્ષક શ્રી પ્રદિપ શેજુળ સાહેબની સુચનાથી એસ.ઓ.જી સ્ટાફ જામનગર શહેર વિસ્તાર પેટ્રોલીંગ હતો. દરમ્યાન જામનગર શહેરમાં આવેલ મોબાઇલ ની દુકાનો ચેક કરતા જામનગર લીમડા લાઇનમાં આવેલ પટેલ મોબાઇલ નામની દુકાનમાંથી જુદી જુદી કંપનીના કુલ ૬૬ મોબાઇલ બીલ આધાર વગરના મળી આવતા દુકાનદાર પ્રતિક ઉર્ફે કાનો દામજીભાઇ ચાંગેલા જાતે પટેલ રહે. યુવાપાર્ક શેરી નંબર ૨, વિનાયક -ર રેસીડેન્સી રણજીતસાગર રોડ, જામનગર વાળાની દુકાનમાંથી બીલ આધાર વગર મોબાઇલ મળી આવતા CRPC  ૪૧(૧)ડી મુજબ અટક કરી મળી આવેલ મોબાઇલ CRPC કલમ ૧૦૨ મુજબ કુલ કિ.રૂ.૪૫૪૦૦/- ગણી કબ્જે કરેલ છે. અને આ બાબતે મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સીટી બી ડીવી. પો.સ્ટે.ને સોîપી આપેલ છે. તેમજ આગળની તપાસ સીટી બી. ડીવી પો.સ્ટે. નાઓ ચલાવી રહેલ છે.

આ કામગીરી એસ.ઓ.જીના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી એમ.પી.વાળા તથા એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. વિજયભાઇ કાસ્ટા, મહીરાજસિંહ જાડેજા, પો.કોન્સ. દોલતસિંહ જાડેજા, મયુદીન સૈયદ, સહદેવસિંહ ચૌહાણ નાઓએ કરેલ છે.

(8:52 pm IST)