Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ભાવનગરમાં કોરોનાના આજે નવા 22 કેસ :વધુ 31 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

શહેરમાં 13 કેસ અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા :અત્યાર સુધી કુલ કેસ:5776 : કુલ 5637 દર્દીઓ ડિસ્ચાર્જ : હાલમાં 63 દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગરમાં કોરોનાના આજે નવા 22 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 31  દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

 

   ભાવનગર જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 22 પોઝિટિવ કેસમાં ભાવનગર શહેરમાં 13 કેસ અને  ગ્રામ્યમાં 9  કેસ નોંધાયા છે  આ સાથે જિલ્લામાં અત્યાર સુધી કુલ કેસ:5776 થયા છે જયારે અત્યાર સુધીમાં કુલ 5637 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 63 દર્દીઓ સારવાર હેઠળ છે

(8:10 pm IST)