Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ગોંડલ-વિરપુર હાઇવે ઉપર વાહન હડફેટે અજાણ્યા યુવકનું મોતઃ લાશના ફુરચે-ફુરચા

 

ગોંડલ : તસ્વીરમાં મૃતદેહ તથા તેના ખિસ્સામાંથી મળેલ આધારકાર્ડ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ) 

ગોંડલ તા.ર૬ : ગોંડલ વિરપુર હાઇવે ઉપર ચોરડી ગામ પાસે અજાણ્યા વાહન હડફેટે એક યુવકનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

ગત રાત્રીના ચોરડી ગામ પાસે એક યુવકને લાશ ફુરચે ફુરચા નીકળી ગયા હોય તેવી હાલતમાં મળી હતી.જેથી ગોંડલ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી આ યુવકની ઓળખ મેળવવા તપાસ હાથધરી છે.

યુવકના ખિસ્સામાંથી રાજકોટના ચોટલીયા યોગેશભાઇ ચુનીલાલ આર્શિવાદ હરિદ્વાર સોસાયટી, સ્ટ્રીટ નં.૧ ગોંડલ રોડ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય રોડ રાજકોટનું આધારકાર્ડ મળી આવ્યું છે. પોલીસે ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

(2:35 pm IST)