Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

કોરોનાના કારણે દ્વારકા યાત્રાધામમાં નાતાલનું મીની વેકેશન ફીકુ

માત્ર ૧૦ થી ર૦ ટકા હોટલોમાં બુકીંગ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ર૬ : છેલ્લા બે દાયકાથી દ્વારકા યાત્રાધામમાં નાતાલના આઠ દિવસના મીની વેકશનમાં છલોછલ ગર્દી રહેતી હતી તેના બદલે કોરોનાના કારણે આ વર્ષનું નાતાલ વેકશન સાવ ફીકુ ફીકુ લાગી રહુ છે છેલ્લા એક દાયકામાં યાત્રાધામ દ્વારકામાં ઇન્ટર નેશનલ કક્ષાની હોટેલો અને રીસોર્ટના નિર્માણ થયા છેત્યારે હાલની સ્થિતિએ હોટેલ ઉદ્યોગને કોરોનાથી મોટો ફટકો પડયો છે.

આવા સંજોગોમાં ગુજરાત રાજય સરકાર અને ભારત સરકાર દ્વારા ગુજરાત રાજયના હોટેલ ઉદ્યોગને જરૂરી સહાય કરે તેખુબ જરૂરી છે.

(2:34 pm IST)