Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

એસ.જી.વી.પી. ગુરૂકુલ રીંબડા (રાજકોટ) ખાતે શ્રી ઘનશ્યામ મહારાજના પાટોત્સવ પ્રસંગે ૧૦૮ કળશ જળથી અભિષેક-૧ર૦૦ કિલોનો ફળફૂટ, રાજાપચાર પુજન ૧પ૧ વાનગીઓનો અન્નકુટ ધરાવાયો

રાજકોટ, તા. ર૬: એસજીવીપી ગુરૂકુલ રીબડા (રાજકોટ) ખાતે શ્રી ઘનશ્યામ મહારાજના પ્રથમ પાટોત્સવ પ્રસંગે શાસ્ત્રી માધવ પ્રિયદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને શાસ્ત્રી શ્રી ધર્મવત્સવલદાસજી સ્વામીની આગેવાની નીચે પાટોત્સવ અંતર્ગત નવ શૃગાર દર્શન, ગીતા વ્યાખ્યાન પડવા માળા ઠોકોરજીને ૧૦૮ પવિત્ર જળથી અભિષેક, ૧ર૦૦ કિલો ફળોનો ફળફૂટ અને ગુંદાસરા, પારડી, રીબ, રીબડા, રાજકોટ કાંગશિયાળી, ખાંભા માખાવડ, મવડી, વાવડી પીપળિયા, ઢોલરા વગેરે ગામોના બહેનોએ પવિત્ર પણ હાથે બનાવેલ મીઠાઇ અને ફરસાણ વગેરેથી ૧પ૧ વાનગીઓનો ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

અન્નકૂટ અને ફળફ્રુટની તમામ પ્રસાદી ગરીબોને વહેંચવામાં આવેલ.

(1:27 pm IST)