Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

બાબરાના ગમાપીપળીયામાં ૧૬ લાખના ખર્ચે સુવિધા પથ માર્ગ બનશે

મિયા ખીજડિયા અને પીપળીયા ગામને જોડતો નવો માર્ગનું ખાતમુહૂર્ત

(કિપાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૬ : લાઠી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પોતાના વિસ્તારમાં રોડ રસ્તાઓની કામગીરી સુપેરે પાર પાડી રહ્યા છે તેઓ દ્વારા રાજય સરકારમાં મંજુર કરાવી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નવા માર્ગ મઢાવી રહ્યા છે તો ગામડાઓની અંદર પણ લોકોને માર્ગની વધુ સુવિધાઓ મળે તે માટે સુવિધાપથ પણ બનાવી લોકોને વધુ માળખાકીય સુવિધાઓ  ઉપલબ્ધ કરાવી એક જાગૃત ધારાસભ્ય તરીકેનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે

  બાબરા તાલુકાના ગમાંપીપલીયામાં ૧૬ લાખના ખર્ચે આજે સુવિધાપથ માર્ગનું ખાત મુરત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર  દ્વારા કરી કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો આ તકે જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર,તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા, તાલુકા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ જમાડે તાલુકા પંચાયત પૂર્વ સભ્ય કુલદીપભાઈ બસિયાર પંચ ઉપસરપંચ ટીનાભાઈ, રાજુભાઇ કનાળા, માજી  સરપંચ છગનભાઇ, માજી સરપંચ રાઘવભાઈ મંડળી પ્રમુખ લાખાભાઈ  ખેડૂત અગ્રણી વિનુભાઇ પાનસેરીયા ભાનુભાઈ પાનસેરીયા  દિલીપ  તેમજ સુરેશભાઈ  પૂર્વ શિક્ષક શ્રી મકવાણા એડવોકેટ  શ્રી પરમાર ઉપસ્થિત રહ્યા હતા

  ગમાંપીપળીયા અને મિયા ખીજડિયા ને જોડતો ૨૩૦ મીટર લાંબો અને પાંચ મીટર પહોળો તેમજ આઠ ઇંચ નો આરસીસી સુવિધાપથ માર્ગ સાડા સોળ લાખના ખર્ચે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે મંજુર કરાવી કામગીરી શરૂ કરાવતા ગામના સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી

 ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આ પ્રસંગે જણાવ્યું હતું કે પોતાની ધારાસભ્યની ગ્રાન્ટ તેમજ તેમને મળતા સુવિધાપથના માર્ગ જરૂરિયા ગ્રામ્ય વિસ્તારમાં ફાળવવામાં આવી રહ્યા છે તેમજ રાજય સરકારમાં સતત રજુઆત કરી રોડ રસ્તાઓ મંજુર કરાવી લોકોને પૂરતી માળખાકીય સુવિધાઓ મળે તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે

  ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણીના સંદર્ભે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ટોણો મારતા જણાવ્યું હતું કે ભાજપ માત્ર સુશાંસન દિવસની ઉજવણી કરી શકે ખરેખર લોકોને સુશાંસન આપવાની નેમ સાથે કોંગ્રેસ કામ કરી રહી છે અને છેલ્લા ત્રણ વર્ષમાં લાઠી બાબરા અને દામનગરની જનતા જાણે છે

વધુમાં તેમણે ભાજપ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે સ્વર્ગીય વડાપ્રધાન અટલજીના જન્મ દિવસ નિમિત્ત્।ે ભાજપ દ્વારા સુશાસનની વાતો કરી કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે શું ભાજપના સાશકો અટલજીના આદર્શો અનુસરી રહી છે ખરી? ગમાપીપળીયા ગામના હાજર લોકોએ શ્રી ઠુમ્મર અને જેની બેનની કામગીરીને બિરદાવી હતી.

(12:45 pm IST)