Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં સુશાસન દિવસની ઉજવણી

સાવરકુંડલા તા. ર૬ : માર્કેટીંગ યાર્ડમાં 'સુશાસન દિવસ'ની ઉજવણીનો કાર્યક્રમ થયેલ. જેમાં સાંસદ નારણભાઇ કાછડીયા, એ.પી.એમ.સી.ના ચેરમેન દિપકભાઇ માલાણી, વા.ચેરમેન મનજીભાઇ તળાવીયા, તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઇ સાવલીયા, પ્રાંત અધિકારીશ્રી ગોહેલ, મામલતદારશ્રી દેસાઇ ઇનચાર્જટી.ડી.ઓ. જીગ્નેશભાઇ વાઘાણી, જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય લાલજીભાઇ મોર, રમીલાબેન માલાણી, એ.પી.એમ.સી.ના ડીરેકટર જસુભાઇ ખુમાણ, ચેતનભાઇ માલાીણ, ધીરૂભાઇ વોરા, અતુલભાઇ રાદડીયા, કિશોરભાઇ બુહા, સીહત તાલુકાના ખેડુતો અને સહકારી અગ્રણીઓ, સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા.

'સુશાસન દિવસ'ના મુખ્ય કાર્યક્રમ મુજબ દેશના ૯ કરોડ જેટલા ખેડુતોના બેન્ક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી (પીએમકેએસ) યોજના અન્વયે રૂ.૧૮,૦૦૦ કરોડ (અઢાર હજાર કરોડા) એક સાથે જમા કરવાની કાર્યવાહી બટન દબાવીને ઓનલાઇન કરવામાં આવી આ આયોજન મુજબ દેશના કરોડો નાગરીકો એક સાથે વિડીયો પ્રવચન સાંભળી શકે તેવી સીસ્ટમ મુજબ માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ વિડીયો પ્રવચન મારફત વિવિધ રાજયમાં ગામડાથી પાટનગર સુધી, દેશની ગ્રામ પંચાયતોના પદાધિકારીથી મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રીય અને રાજય સરકારના મંત્રીશ્રી સાંસદશ્રીએ, ધારાસભ્યશ્રીઓ અને સ્થાનિક બોડીના લોકપ્રતિનિધિઓની વર્ચુયલ ઉપસ્થિતીમાં સંબોધન કરીને નવા કૃષિ સુધારા કાયદા અન્વયે જે જુઠાણા ફેલાવવામાં આવે છે. અફવા ફેલાવવામાં આવે છેતે અંગે સાચી-સચોટ અને જીણવટભરી માહીતી આપી. આ સમગ્ર કાર્યક્રમનું લાયઝન જીલ્લા વહીવટી તંત્ર તરફથી બાગાયત અધિકારીશ્રી અને નાયબ ખેતી નિયામકશ્રી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું જીલ્લા બગાયત અધિકારી પરમાર સ્વાગત પ્રવચન કરેલ અને અંતમાં આભાર વિધી ઇનચાર્જ વિસ્તરણ અધિકારી (ખેતી) તા.પં. સાવરકુંડલાના શ્રી ચાવડા કરેલી હતી.

(12:44 pm IST)