Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ધોરાજીમાં ૯મા ધોરણના વિદ્યાર્થીનો ઓનલાઇન અભ્યાસની ચિંતામાં આપઘાત

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા. રપ :  ધોરાજીના સ્વાતિ ચોક પાસે રહેતાં ધોરણનવમાં અભ્યાસ કરતા ૧૩ વષનો વિધાથી યોગી દિપક ભાઈ ભદ્રેસા એ પોતાના કાકાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મૃતદેહ સરકારી હોસ્પિટલ ખાતે આવતાં ફરજ પર તબીબે પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફ  હોસ્પિટલ ખાતે દોડી જઈને તપાસ હાથ ધરીને મૂતક યોગીના મૂતદેહનૂ પીએમ કરાવીને વધૂ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસના તપાસનીશ બીટ જમાદાર હિતેશભાઈ ગરેજા એ જણાવ્યું હતું કે ધોરાજીના  ચાલુ વાડી પ્લોટ સ્વાતિ ચોક પાસે રહેતા વાંઝા દરજી યોગી દીપકભાઈ ભદ્રેસાા ઉંમર વર્ષ ૧૩ જે દીપકભાઈ દરજીને એક પુત્રી અનેે એક પુત્ર હતો જેમાં આજરોજ દીપકભાઈ ના ભાઈ હીરપરા વાડીમાં સેન સમાજની વાડીી રહેતા હોય જયાં બંનેે ભાઈ બહેન જમવા માટે ગયેલા અને યોગી જમીને બીજા માળેે રૂમ માં જતા કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મોતનીપજયું હતું.

બનાવની જાણ ધોરાજી શહેર ભાજપના પ્રમુખ  વિનુભાઈ માથુકિયા  મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા  વિઠ્ઠલભાઈ હિરપરા  વિગેરેન થતા તાત્કાલિક  દોડી ગયા હતા  અને પોલીસને  જાણ કરી હતી  તેમજ સગાવ્હાલાને થતા તાત્કાલિક ધોરાજી પોલીસને જાણ કરતા ધટના સ્થળે પહોંચીને   જરૂરી પંચનામાની કાર્યવાહી કરીને મૃતકના મૂતદેહનૂ પીએમ કરાવીને કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસની પાથમીક તપાસમા મૂતક યોગી ઉવ ૧૩નવ માં ધોરણ માં અભ્યાસ કરતા વિધાથી હતો ઓનલાઈન અભ્યાસના ટેન્શનમાં ગળે ફાસો ખાઈને જીવન ટૂકાવીનાખ્યુ હોવાનંું મૃતકના કૂટૂબીજનોની પૂછપરછમાં ખૂલવા પામેલ છે ધોરાજીમાં ૧૩ વર્ષના છોકરા એ ગળેફાંસો ખાઈને આપધાત  મૃતકના પરિવારજનો માં પણ ગમગીની છવાઇ ગઇ છે.

(12:42 pm IST)