Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ફાર્મ એન્જીન્યરીંગ વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ દ્વારા 'સ્ટ્રેટેજીસ ફોર ફાર્મ મિકેનાઇઝેશન ઇન ઇન્ડિયા' વિષયે વેબિનાર

જુનાગઢ તા. ર૬ :.. કૃષિ યુનિવર્સિટી જુનાગઢના ફાર્મ એન્જીન્યરીંગ વિભાગ ખાતે વર્લ્ડ બેંક, આઇસીએઆર. ન્યુ દિલ્હીના સંયુકત ઉપક્રમે સંસ્થાકીય વિકાસ યોજના (આઇડીપી) અંતર્ગત બીએસસી (ઓનર્સ) એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચર અને બી.ટેક. એગ્રીકલ્ચરલ એન્જીનીન્યરીંગના વિદ્યાર્થીઓ માટે 'સ્ટેટસ એન્ડ સ્ટ્રેટેજીસ ફોર ફાર્મ મિકેનાઇઝેશન ઇન ઇન્ડિયા' વિષય પર ઓનલાઇન વેબિનારનો ઉદઘાટન સમારંભ યોજાયેલ.

જેમાં ૪પ૧ વિદ્યાર્થી તથા ૧૦૪ અધિકારીશ્રીઓએ ભાગ લીધેલ છે. આ તાલીમના ઉદઘાટન સમારંભમાં કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા, જૂ.કૃ.યુ., જુનાગઢ, કુલસચિવશ્રી, ડો. પી. એમ. ચૌહાણ, ડો. સી. આર. મેહતા, નિયામક, સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ એગ્રીકલ્ચરલ એન્જીન્યરીંગ, ભોપાલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. એચ. એમ. ગાજીપરા, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો. વી. આર. માલમ, કૃષિ મહાવિદ્યાલયના આચાર્યશ્રી તથા પ્રોજેકટ કો. પી. આઇ. ડો. કે. એ. ખુંટ, પશુપાલન મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી તથા પ્રોજેકટ કો. પી. આઇ. ડો. પી. એચ. ટાંક, કૃષિ ઇજનેરી અને તકનીકી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી તથા પ્રોજેકટ કો. પી. આઇ. ડો. એન. કે. ગોંટીયા અને આ તાલીમના આયોજક તથા પ્રાધ્યાપક અને વડા, ફાર્મ એન્જીન્યરીંગ વિભાગ, કૃષિ મહાવિદ્યાલય ડો. રાજવીર યાદવ તથા અન્ય યુનિવર્સિટી અધિકારીશ્રીઓ હાજર રહેલ.

(12:42 pm IST)