Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

જુનાગઢ જેલમાં સહાયક પર કાચા કામના કેદીનો હુમલો

અંગ ઝડતી કરતા ઉશ્કેરાઇ ગયો'તો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૬ : જુનાગઢ જેલમાં જેલ સહાયક પર કાચા કામના કેદીએ હુમલો કરતા સનસનાટી મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે ગઇકાલે સાંજે જેલ સહાયક હિંમતસિંહ નાથાભાઇ જાદવ ફરજ પર હતા. ત્યારે કેદીઓને બેરેકમાં જવાનો સમય થઇ ગયો હોવાની આવી હિંમતસિંહે કાચા કામનો  કેદી ફેઇમ ઉર્ફે સુલતાન જાવેદ કામદારને જેલ સર્કલ પાસેથી બેરેકમાં જવાનું કહેલ.

પરંતુ આ કેદી પાસે પ્રતિબંધીત વસ્તુ હોવાની શંકા જતા જેલ સહાયક હિંમતભાઇ જાદવે ફઇમની અંગ ઝડતી કરતા ઉશ્કેરાઇ ગયો હતો.

આ શખ્સે જેલ સહાયકને ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી મુંઢ માર માર્યો હતો. તેમજ વર્ધીના કોલર ફાડી નાખી ફરજમાં રૂકાવટ કરી હતી.

આ અંગે ગત રાત્રે ફરિયાદ થતાં એ ડીવીઝનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

(12:40 pm IST)