Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ઠંડીમાં સામાન્ય ઘટાડોઃ ગિરનાર ૭.૩, નલીયા ૧ર.૧ ડીગ્રી

રાજકોટમાં ૧પ.૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવાર અને મોડી રાત્રીના વધુ ઠંડક

રાજકોટ તા.ર૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ગિરનાર પર્વત ઉપર ૭.૩ ડીગ્રી જયારે નલીયામાં ૧ર.૧ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ છે. રાજકોટમાં પણ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયો છે અને લઘુતમ તાપમાન ૧પ.૩ ડીગ્રી નોંધાયુ છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસર અનુભવાઇ રહી છે.

આજે જુનાગઢ સહિત સોરઠમાં સવારે ઝાકળ વર્ષા થઇ હતી. તો બીજી તરફ ઠંડીમાં અશંતઃ ઘટાડો થયો છતા ગિરનાર ખાતે તાપમાન ૭.૩ ડીગ્રી નોંધાયુ હતુ.

સોમવારથીગઇકાલ સુધી જુનાગઢ ખાતે ૧૦ થી ૧૧ ડીગ્રી વચ્ચે રહયા બાદ આજે તાપમાનનો પારો ત્રણ ડીગ્રી ઉપર ચડીને ૧ર.૩ ડીગ્રીએ સ્થિર થતાં ઠંડીમાં રાહત અનુભવાઇ હતી.

પરંતુ સવારે ઝાકળવર્ષા થતાં માર્ગો ભીના થઇ ગયા છતા અને વાતાવરણ આહલાદક થઇ ગયુ હતુ.

જુનાગઢનાં ગિરનાર ખાતે આજની ઠંડી ૭.૩ ડીગ્રી રહી હતી. વાતાવરણમાં ભેજનુ઼ પ્રમાણ ૭૮ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૮ કિં.મી.ની રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૬.૭ ડીગ્રી

ડીસા

૧ર.૬

વડોદરા

૧૪.૦

સુરત

૧પ.પ

રાજકોટ

૧પ.૩

ગિરનાર પર્વત

૭.૩

કેશોદ

૧ર.૪

ભાવનગર

૧પ.૯

પોરબંદર

૧પ.૬

વેરાવળ

૧૭.૭

દ્વારકા

૧૬.૪

ઓખા

૧૯.૩

ભુજ

૧૩.ર

નલીયા

૧ર.૧

સુરેન્દ્રનગર

૧૪.પ

ન્યુ કંડલા

૧૩.૬

કંડલા એરપોર્ટ

૧૩.૬

અમરેલી

૧૪.૮

ગાંધીનગર

૧૬.૦

મહુવા

૧પ.૩

દિવ

૧૬.૦

વલસાડ

૧૪.પ

વલ્લભ વિદ્યાનગર

૧૪.૯

(12:45 pm IST)