Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

વઢવાણમાં ૯૦ વર્ષ જૂના વડના વૃક્ષમાં હનુમાનજીની પ્રતિકૃતિ દેખાઇ

એક બાળકનું ધ્યાન ગયુ ને ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા

(ફઝલ ચૌહાણ દ્વારા )વઢવાણ,તા. ૨૬: વઢવાણના ખાંડી પોળમાં ૧૦૦ વર્ષ જૂની હનુમાનની ડેરી આવેલી છે. આ ડેરીની પાછળ આશરે ૯૦ વર્ષથી વિશાળકાય વડનું ઝાડ ઊભું છે. જેના થડમાં અચાનક રામ ભકત હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી. જેના પગલે ભકતોમાં અચરજ ફેલાયું હતું. જયારે દર્શન કરવા માટે ભકતો ઉમટી પડ્યા હતા.

ઝાડમાં હનુમાનની મૂર્તિ આબેહૂબ છે કુદરતી રીતે ઝાડનો આકાર ઉપસેલો છે. આ વડના ઝાડમાં હનુમાનની ઉપસેલી મૂર્તિની તરફ એક બાળકનું ધ્યાન ગયું તેને બધા ભકતોને દેખાડ્યું હતું. આમા હનુમાનનો કુદરતી આકાર ગદા મુગટ ચેહરો જાણે હનુમાનની રીતસર મૂર્તિ પ્રગટ થતા લોકો દર્શન કરવા ઉમટી પડ્યા.

સ્થાનિક લોકો દાદાનો ચમત્કાર થયો હોવાનું માની રહ્યા છે. સ્થાનિક લોકો દાદાના દર્શન કરવા માટે દોડી આવ્યા હતા. જુના વડના ઝાડમાં કુદરતી ઉભરી આવેલી હનુમાન જીની મૂર્તિના દર્શન કરવા ભકતોની ભીડ જામી છે.અહીં મંદિર સામે રહેતા અજિત ભાઈ પરમારે જણાવ્યું કે હું રોજ દિવા કરવા મંદિરે જવું છું. મારી સાથે મારો નાનો પૌત્ર આવે છે તે આ આકાર જોયો નેં હનુમાનની મૂર્તિ સ્પષ્ટ દેખાય હતી.

(11:34 am IST)