Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ૧૦૦ પ્રકારની ઔષધીનાં શ્રૃંગાર

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા. ર૬ : વિશ્વ પ્રશિદ્ઘ યાત્રાધામ આવેલ સારંગપુરધામમાં આજરોજ ધનુર્માસ ના પવિત્ર શનિવારના તા.૨૬ / ૧૨ / ૨૦ ના રોજ શ્રી કષ્ટભંજનદેવ મંદિર આયોજિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દરબારમાં તેમના પાવન સાનિધ્યમાં પૂજય કોઠારી સ્વામીશ્રી વિવેકસાગર સ્વામીજી ના માર્ગદર્શન હેઠળ આજરોજ સવારે સાડા પાંચ કલાકે દાદા ની દિવ્ય  મંગળા આરતી  કરવામાં આવેલ હતી તેમજ આજરોજ ખાસ વિશિષ્ટ એકસોં જાતની ઔસધી વિવિધ જાતના ઔસધી જેમ કે લીલી , સૂકી મળીને ૧૦૦ જાતની ઔસધી આજે દાદા ને ધરાવેલ છે તેમજ અદભુત દાદાના નિજ મંદિર માં દિવ્ય  શણગાર  કરવામાં આવેલ છે જે ભવ્ય દિવ્ય  શણગાર આરતી સવારે સાત કલાકે ભકિતમયના દિવ્ય માહોલમાં કરવામાં આવેલ હતી , જે આરતી પૂજય શ્રી ડી , કે , સ્વામીજી મહારાજશ્રી એ ઉતારેલ હતી , તેમજ આ પ્રંશગે સર્વે સંતો હાજર રહ્યા હતા, તેમજ આજરોજ વિશાળ સંખ્યામાં દાદા ના દરબાર માં ભાવિક ભકતજનો પોહોંચી ગયા છે ,,, અને આજરોજ દાદાના દિવ્ય ભવ્ય શણગારની મહા આરતી ના દર્શન નો લાભ વિશાળ સંખ્યામાં હરી ભકતજનોએ લાભ લીધેલ હતો, તેમજ You Tuibe Salagapur Hanumanaji ઉપર દ્યર બેઠા હજારો ભકતજનો એ લાભ લીધેલ છે  જે યુ ટ્યુબ ઉપર કાયમ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના લાઈવ દર્શન , તેમજ બને ટાઈમની આરતી આવે છે, તેમજ દરેક મહોત્સવ યુ ટ્યુબ ઉપર લાઈવ આવે છે જે હજારો ભકતો દેસ, વિદેશ માં નિહાળી રહ્યા છે ,,, આજરોજ સવારે દાદાના દરબારમાં યોજાયેલ સોં જાતના ઔસધી ના દિવ્ય ભવ્ય દર્શન , તેમજ દાદાના નિજ મંદિર માં ભવ્ય અદભુત શણગાર ના દર્શન , તેમજ આજની સવારે શણગાર મહા આરતી ઉતારતા પૂજય શ્રી ડી , કે , સ્વામીજી મહારાજ નજરે પડે છે જ સારંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગર સ્વામીજી તેમજ શ્રી ડી. કે. સ્વામીજીએ જણાવેલ છે.

(11:34 am IST)