Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

જિલ્લા કોંગ્રેસમાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતા તળાજા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં ઘરવાપસી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૬:ભાવનગર જિલ્લાના તળાજા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને વર્તમાન સમયે જિલ્લા કોંગ્રેસ સંગઠન પાંખમાં ઉપ પ્રમુખનો હોદ્દો ધરાવતા મહેન્દ્રસિંહ સરવૈયાએ આજે પા.પૂ.મંત્રી કુંવરજી બાવળિયા અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં કેસરિયો ધારણ કરી દ્યર વાપસી કરી છે.

મહેન્દ્રસિંહ સરવૈયા ને ભાજપે પાલિકાની પેટાચૂંટણીમાં ભાજપે ટીકીટ ન આપતા છેડો ફાડી અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહી જંગી લીડ થી વિજેતા બન્યા હતા.

ગત વિધાનસભા ચૂંટણી માં પણ તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક ભરી ઝંપલાવતા ત્રી પાખીયો જંગ તેણે સ્વંય ઉભા કરેલા વર્ચસ્વને લઈ જામ્યો હતો.પરંતુ તે સમયના સામાજિક અને રાજકીય સમીકરણોને લઈ તેઓએ ઉમેદવારી પરત લઈ કોંગ્રેસ માં ભળ્યા હતા.તેઓને જિલ્લા કોંગ્રેસના ઉપ પ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો હતો.

તેઓએ જણાવ્યું હતુંકે ઉપ પ્રમુખ ના હોદ્દા પરથી રાજીનામું મોકલી દીધું છે. ચાલીસથી વધુ પોતાના કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.લોકોમાં વાત એવી હતીકે તળાજા નગરપાલિકામા વર્તમાન પ્રમુખ કોંગ્રેસના ટેકા થી પ્રમુખ બન્યા હોયતેઓ સામે અવિશ્વાસ ની દરખાસ્ત માટે અને આગામી સમય માં આવનાર જિલ્લા તાલુકા પંચાયત ની ચૂંટણી ને લઈ મહેન્દ્રસિંહ સરવૈયા ભાજપ માં ભળ્યા છે.એ બાબતે તેઓએ જણાવ્યું હતુંકે પોતાનું નામ મતદાર યાદી માં હાલ.તળાજા માજ છે.આથી ચૂંટણી લડવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.

રહી વાત મહેન્દ્રસિંહ ના ધર્મપત્ની દિવ્યાબા સરવૈયા કોંગ્રેસ પક્ષે નગરસેવીકા હોય તો તેને ભાજપ માં ભળવું તે તેમનો સ્વતંત્ર નિર્ણય હશે.

આગામી સમયમાં પ્રમુખ ઉપ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનો તખ્તો

તળાજા શહેરના વિકાસ ના કેટલાક કામો હાલ સત્ત્।ાના વિવાદને લઈ નથી થઈ રહ્યા.વિનુભાઈ વેગડ એ કોંગ્રેસના ટેકાથી પાલિકા પ્રમુખ બની ગયા છે.પણ તેઓને પદ પરથી ઉથલાવવા માટે ભાજપે કાયદાકીય શરણું તો લીધું છે સાથે કોંગ્રેસના નગરસેવકો ને તોડી અવિશ્વાસ ની દરખાસ્ત લાવવા માટે ચક્રોગતિમાન કર્યા છે. જોકે આજે કોંગ્રેસના એકપણ નગરસેવક ભાજપ માં ભળ્યા નથી. તેના પરથી આગામી સમયમાં કોંગ્રેસના નગરસેવકોને તોડી ભાજપ ફરી સત્ત્।ા છીનવી લે તેવું હાલ.તુરંત તો દેખાતું નથી.ભાજપ તરફ થી લોભ,લાલચ આપવામાં આવી રહી હોવાની વાત પણ સાંભળવા મળીરહી છે.

(11:31 am IST)