Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ખરેડાના ગુમ થયેલ ગોંડલ કોર્ટના કર્મચારીને શોધી કાઢતી કોટડાસાંગાણી પોલીસ

(બશીર બાંગ દ્વારા) કોટડાસાંગાણી તા. ર૬ : તાલુકાના ખરેડા ગામેથી તા.૧૦ ના રોજ કોર્ટના કર્મચારી શૈલેષભાઇ નાનજીભાઇ ગમારાએ નોકરીએ જવાનું કહી ગુમ થયેલ હોય જે વાલીએ ગુમસુધા દાખલ કરાવતા આ કામે બલરામમીણા પોલીસ અધીકારી રાજકોટ ગ્રામ્ય તથા પી.એસ.ઝાલા પો.અધી. ગોંડલ તેમજ કે.એન. રામાનુજ, સી.પી.આઇ. ગોંડલની સુચના મુજબ ટેકનીકલ રીતે તપાસકરતા શૈલેષભાઇ ગમારાને ગણતરીના દિવસોમાં શોધી કાઢેલ છે આ કામગીરી વી.કે. ગોલવેલકર પોલીસ સબ ઇન્સ. કોટડાસાંગાણી અશોકભાઇ ઝીબ્બા (એ.એસ.આઇ.)ક્રિપાલસિંહ રાણા, પો.હેડ. કોન્સ. હરદિપસિંહ જાડેજા, પો. કોન્સ. એ કરી હતી.

(11:31 am IST)