Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ તાલુકા મથકોએ અટલજીને પુષ્પવંદના

ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી, લોધિકા, પડધરી, જસદણ, વિંછીયામાં ખેડુત સંમેલન સાથે અટલજીને વંદના

રાજકોટ : ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપેયીના જન્મ દિવસ નિમિતે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેમજ ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી, લોધિકા, રાજકોટ, પડધરી, જસદણ, વિંછીયા તાલુકા ખાતે પણ પુષ્પાંજલી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રાજકોટ તાલુકા ખાતેના કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, જિલ્લા મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નશીત, જસદણ તાલુકા ખાતેના કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી મનસુખભાઇ રામાણી, તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ રામાણી, શહેર પ્રમુખ અનિલભાઇ મકાણી, નગરપાલિકા પ્રમુખ અલ્પેશભાઇ રૂપારેલીયા, ગોંડલ તાલુકા ખાતેના કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી મનીષભાઇ ચાંગેલા, જિલ્લા મંત્રી અલ્પેશભાઇ ઢોલરીયા, પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ ભુપતભાઇ ડાભી, શહેર પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા, તાલુકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, રીનાબેન ભોજાણી, વિંછીયા તાલુકામાં એ.પી.એમ.સી. ચેરમેન ડી. કે. સખીયા, ચંદુભાઇ કચ્છી, કોટડા સાંગાણી તાલુકા મથકે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ સિંધવ, પડધરી તાલુકા કક્ષાએ સાંસદ મોહનભાઇ કુંડારીયા, લોધીકા તાલુકા કક્ષાએ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જામકંડોરણા તાલુકા કક્ષાએ જિલ્લા દુધ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, જેતપુર તાલુકા કક્ષાએ સાંસદ રમેશભાઇ ધડુક, ધોરાજી તાલુકા કક્ષાએ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ખેડુત સંમેલનોને સંબોધન કરી અટલજીના વિરાટ વ્યકિતત્વનો પરિચય રજુ કરાયો હતો. રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેના કાર્યક્રમમાં નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ ચાંગેલા, પૂર્વ જિલ્લા પ્રમુખ ડી. કે. સખીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વલ્લભભાઇ શેખલીયા, ચંદુભાઇ શીંગાળા, ગોંડલ સહ પ્રભારી ભાસ્કરભાઇ જસાણી, માલધારી સેલના કન્વીનર ભરતભાઇ રબારી, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ જગદીશભાઇ બોરીચા, મહામંત્રી નવીનપરી ગોસ્વામી, મંત્રી દિનેશભાઇ વીરડા, મીડિયા કન્વીનર અરૂણભાઇ નિર્મળ, કાર્યાલય પ્રભારી અલ્પેશભાઇ અગ્રાવત, કાર્યાલય મંત્રી હિરેનભાઇ જોશી, જયેશભાઇ પંડયા, રજનીભાઇ સખીયા, નરોતમભાઇ ડોબરીયા, નરેશભાઇ રાઠોડ, હિતેશભાઇ ચાવડા, તૃપ્તિબેન સોજીત્રા, મનીષભાઇ પાદરીયા, વિવેકભાઇ સાતા, કિશોરભાઇ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:30 am IST)