Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમનો વિરોધ કરે તે પહેલાં કોંગ્રેસીઓને નજર કેદ કરાયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૨૬: ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન થવા પામ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઓનલાઈન ખેડૂતો સાથે વાતચીત કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા, પ્રફુલભાઈ ટોળીયા સહિતનાઓ હાજર રહ્યા હતા, આ તકે વિવિધ લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સવાસોથી દોઢસો કિસાનો હાજર રહ્યા હતા સોશિયલ ડીસ્ટન્સ અને સરકારીગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું.

માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસીઓ દ્વારા વિરોધ કરવામાં આવે તે પહેલાં જ દિનેશભાઈ પાતર, લલિતભાઈ પટોડીયા, ભાવેશભાઈ ભાસા (પ્રવકતા) તેમજ રાજેશભાઈ સખીયા અધ્યક્ષ ન્યાય એજ કલ્યાણ ગ્રુપ ને નજરકેદ કરવામાં આવ્યા હતા.

(11:28 am IST)