Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

મોરબીમાં સહકાર સપ્તાહની ઉજવણી

મોરબી : શ્રી કેશવ કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. જુનાગઢની મોરબી શાખા દ્વારા સભાસદ મિલન અને સહકાર સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્ડિયન મેડીકલ એસોસીએશન પ્રમુખ ડો.વિજયભાઈ ગઢિયા અને મુખ્ય વકતા તરીકે જીએલપીસી મોરબીનાં જિલ્લા અધિકારી હિમાંશુભાઈ દલશાણીયા ઉપિસ્થત રહ્યા હતા અને શ્રી કેશવ ક્રેડીટનાં સ્થાપક અને ડીરેકટર  વિનોદભાઈ બરોચીયા, ચીમનભાઈ ડોબરીયા અને ભીખુભાઈ પાંભર ઉપિસ્થત રહ્યા હતા. કેશવ ક્રેડીટની શાખા સમિતિ આ તકે હાજર રહી હતી.  ડી એમ બાવરવા સંયોજક અને  રમેશભાઈ પંડ્યા સહસંયોજક,  મહાવીરસિંહ જાડેજા, પ્રભુભાઈ પનારા,  હરિશભાઈ શેઠ,  નુતનબેન વિડજા, સુખદેવભાઈ દેલવાણીયા, બ્રાન્ચ મેનેજર સતિષભાઈ વાદ્યેલા, અભી બરવાળીયા મોરબી શાખાના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેશવ ક્રેડીટ દ્વારા સભાસદો લોન અને થાપણો વીશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સહકાર સપ્તાહ અને સભાસદ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો યોજાયેલા આ કાર્યક્રમમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. સહકાર સપ્તાહ ઉજવણીની તસ્વીર.

(11:27 am IST)