Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

વિછીયાના સોનલપરમાં માધાભાઇ પર મિત્રના વેવાઇના ઘરે હુમલો

મનદુઃખના સમાધાનમાં સાથે ગયા ને માર પડ્યો

રાજકોટ તા. ૨૬: વિછીયાના સોનલપર ગામે રહેતાં માધાભાઇ ભોપાભાઇ સોલંકી (ઉ.વ.૫૮) પર બાજુના નવાગામમાં કાળુભાઇ શંભુભાઇ અને વિપુલ સહિતે પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. માધાભાઇના મિત્રનું નામ માધાભાઇ કરસનભાઇ શિયાળ છે. માધાભાઇ શિયાળને તેના વેવાઇ સાથે મનદુઃખ હોઇ જેથી માધાભાઇ સોલંકી સમાધાનની વાત કરવા મિત્ર સાથે ગયા હતાં. તે વખતે મિત્રના વેવાઇ પક્ષના લોકોએ મારકુટ કરી લીધી હતી. ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.

(11:11 am IST)