Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

યુવાન પરિણીતાને નોકરીની લાલચ આપી ભુજની સરકારી હોસ્પિટલના સિકયુરિટી ગાર્ડ દ્વારા બળાત્કાર

ભુજ તા. ૨૬ : ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં નોકરી કરતા સિકયુરિટી ગાર્ડ દ્વારા યુવાન પરિણીતા ઉપર કરાયેલ બળાત્કારના બનાવે ચકચાર સર્જી છે. ભુજ બી ડિવિઝન પોલીસમાં આ અંગે ભોગ બનનાર પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

મૂળ મુન્દ્રાની એવી ૨૧ વર્ષીય પરણિત યુવતી નોકરી માટે ભુજની સરકારી હોસ્પિટલમાં ધક્કા ખાતી હતી. તે સમયે સિકયુરિટી ગાર્ડ એવા લખપ્રીતસિંગ સરદારે આ યુવતી સાથે સબંધ કેળવી નોકરીની લાલચ આપી હતી. પછી યુવતીના નંબર મેળવી તેની સાથે ફોન પર વાત પણ કરી હતી. દરમિયાન યુવતીએ પોતાના ઉપર ૨૦ હજારનું દેવું થઈ ગયું હોવાનું જણાવી નોકરી માટે ફરી જણાવ્યું હતું. એટલે આરોપીએ તેણીને એકલી પોતાને ઘેર માધાપર બોલાવી હતી.

માધાપરમાં હરિઓમ નગરમાં લખપ્રીતસિંગ સરદારના ઘેર તે યુવતી ગઈ હતી. ત્યારે ઘેર કોઈ નહોતું ત્યારે લખપ્રીતસિંગે તે યુવતી સાથે બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે યુવતીએ પતિને જાણ કરતા પતિ અને પત્ની બન્ને ભુજ બી ડિવિઝન પોલીસે પહોંચ્યા હતા અને ફરિયાદ નોધાવી હતી. આ બનાવ બાદ આરોપી નાસી છૂટ્યો છે.

(11:08 am IST)