Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

લોહાણાના સંત રતીબાપુ (મૌનીબાપુ) એ ૩૮ વર્ષ પહેલા સમાધીસ્થ થઇ લીલા સંકેલી લીધી હતી

પગપાળા કે સાયકલમાં જ પ્રવાસ કરતા, આજીવન મૌનવ્રત ધારણ કરેલું: બહોળો સેવક વર્ગ હતો

ગોંડલ સંત સ્વરૂપ કુરજીભગત વસાણી અને મણીબેનને ચાર દીકરા અમૃત લાલ, રતિલાલ, પ્રભુદાસ, અને વ્રજલાલ અને બે દીકરી હતા એમાં મણીબેનના બે બહેનો નાનપણમાં જ ગુજરી જતા એ બને બહેનના એક એક દીકરા એમનું નામ પણ રતિલાલ અને બીજા બહેનના ધીરુ ને કુરજી ભગત અને મણીમાં પોતાના ઘરે લાવી ઉછેર કર્યો અને એમને દતક લેતા એ વસાણી કહેવાય એમ કુરજીભગતને છ દીકરા અને બે દીકરી થાય. કુરજીભગત સંત કોટીના આત્મા હતા એમની સાથે રહી ને દતક દીકરા રતિલાલને ધર્મ ઉજાગર થયો બાદમા વૈરાગ્ય આવતા એ કિશોર અવસ્થામાં આવતા એમને ગિરનાર તરફ પ્રયાણ કર્યું અને અને જુવાન અવસ્થામાં એ એક સાધુ સંત થઈ વરસો પછી જાહેર થાય ત્યારે એમને મૌન વ્રત આજીવન માટે ધારણ કરેલ એટલે એમના સેવકો અમુક રતી મહારાજ તો અમુક મૌની બાપુ કહેતા એમને બહોળો સેવક વર્ગ હતા.

એ કાયમ પગપાળા યા સાયકલમા પ્રવાસ કરતા એ કયારેય વાહનમાં ન બેસતા એ દિવસમા એક વખત જમતા અને એક કાળા કમન્ડરમા બધો ખોરાક ભેગો કરી એમાં એક લોટો પાણી નાખી ચોળીને પી લેતા, ખોરાક સ્વાદ માટે નહિ શરીર ટકાવવા લેતા, હમેશા એમની થેલીમા ચોકલેટ પીપર રહેતી એ જે ગામમાંથી પસાર થાય ત્યાં બાળકોને ચોકલેટ વહેંચતા એ નાના બાળકોને ખુબ પ્રિય હતા સાયકલ પાછળ બાળકોની લાઈન લાગતી એ એમના ચહેરા પણ હમેશા આનંદ એને પ્રેમ રહેતો હમેશા હસતા ચહેરાના જ દર્શન થતાં મારા ઘરે આવતા ત્યારે હમેશા મારા પપ્પાને કહેતા આ તારો અને મારો લાડલો દીકરો ડોકટર થાશે અને એ તારું નામ રોશન કરશે હુ એમની સાથે ખુબ રમેલ છું આ મૌની બાપુ મારા પપ્પાના નાનાભાઈ હતા આજ ફોટો જોતા કાકા યાને મૌની બાપુ અને મારા પપ્પાની યાદ તાજી થઇ અને આંખો ભીની થતાં યાદના બે શબ્દો લખાઈ ગયા, મૌની બાપુ આજ થી ૩૮ વર્ષ પહેલા સમાધિસ્થ થઈ લીલા સંકેલી લીધી હતી.

- ડો. યોગેશ વસાણી

અમરનગર

મો.૯૪૨૯૩ ૩૬૫૧૧ 

(11:07 am IST)