Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

માળિયા હાઇવે પર ટ્રક અને બાઇક અથડાતા આધેડનું મોત : બાળક ઇજાગ્રસ્ત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૬:માળિયા કંડલા હાઈવે પાર્ટી પસાર થતા બાઈકને ટ્રક ચાલકે અડફેટે લીધું હતું જે અકસ્માતમાં બાઈકસવાર આધેડનું મોત થયું હતુ અને બાળકને ઈજા પહોંચી હતી તો અકસ્માત બાદ ટ્રકચાલક નાસી ગયો હતો.

માળિયાના કાજરડા ગામના રહેવાસી મહેબુબ ગફુર મોવર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા ગફુર મહમદ મોવર (ઉ.વ.૪૬) વાળા મોટરસાયકલ જીજે ૦૬ સીએફ ૪૦૧૮ લઈને માળિયા કંડલા હાઈવે પરથી જતા હોય ત્યારે ટ્રક કન્ટેનર જીજે ૧૨ બીવાય ૪૭૮૦ ના ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી અકસ્માત સજર્યો હતો જેં અકસ્માતમાં ગફુરભાઈ મોવરને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું છે તો સાઉદીન (ઉ.વ.૦૮) નામના બાળકને ઈજા થતા સારવાર માટે ખસેડાયો છે તો અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો માળિયા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(10:32 am IST)