Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ચાલુ માસમાં કચ્છમાં કોરોનાના નવ ૬૦૬ દર્દી

ભુજ,તા. ૨૬: કચ્છમાં ઠંડી વચ્ચે કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. જોકે, સરકારી ચોપડે કોરોનાના ચાલુ મહિને નોંધાયેલા દર્દીઓની વાત કરીએ તો આ ડિસેમ્બર મહિનામાં ૧ થી ૨૫ તારીખ દરમ્યાન ૨૫ દિવસમાં કોરોનાના નવા ૬૦૬ દર્દીઓ નોંધાયા છે. જે પૈકી ૧૦ના મોત નીપજયા છે. જયારે ૫૯૮ સાજા થયા છે. રિકવરી રેટ ૯૧ ટકા છે. અત્યાર સુધીના કોરોનાના કુલ કેસની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં દર્દીઓની સંખ્યા ૩૮૬૯ નોંધાઈ છે. જે પૈકી ૩૫૨૦ સાજા થયા છે. અત્યારે એકિટવ દરદીઓ ૨૨૯ છે. જયારે સરકારી ચોપડે મૃત્યુ આંક ૮૧ છે.

(11:34 am IST)