Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સાંજે ભુજના નારાણપર ગામે જૂથ અથડામણ : ચાર લોકો ઘાયલ : તંગદિલી સર્જાતા પોલીસમાં દોડધામ

બાઈક ટકરાવા મુદ્દે બે કોમના લોકો વચ્ચે મારામારી

ભુજ તાલુકાના નારાણપર ગામે આજે સાંજે બાઈક ટકરાવા મુદ્દે બે કોમના લોકો વચ્ચે મારામારી થતાં બંને પક્ષે ચાર લોકો ઘવાયાં હતા. ઘટનાના પગલે કોમી તંગદિલી સર્જાતાં પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ હતી.

 સાંજે 6 વાગ્યાના અરસામાં ગામના એક યુવકે અચાનક યુ-ટર્ન લેતાં અન્ય બાઈકચાલક તેની જોડે અથડાઈ ગયો હતો. જેમાં બેઉ યુવક વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ એક જૂથ લાકડીઓ સહિતના હથિયારો ધારણ કરી સામેના યુવકના ઘેર જઈ મારામારી કરી આવ્યું હતું.જેના પગલે ઘાયલ યુવકના સમર્થનમાં અન્ય કોમના ટોળાએ હુમલો કરનાર યુવકને ત્યાં જઈ મારામારી કરી હતી. બનાવ અંગે જાણ થતાં માનકૂવા પોલીસે સ્થળ પર દોડી જઈ સર્વત્ર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. મારામારીમાં ચાર લોકો ઘવાયાં હોવાનું અને તેઓ ભુજની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને જૂથની સામસામી ફરિયાદો નોંધવા તજવીજ હાથ ધરી છે.

(12:25 am IST)