Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

પોરબંદર જિલ્લા ભાજપમાં ભંગાણઃ બોખીરા ભાજપના યુવા આગેવાન વિજયભાઇ બાપોદરા ૩૦૦ ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા

નગરપાલિકાની ચૂંટણી પહેલા અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૬ :.. બોખીરા ભાજપના મજબુત ગણાતા યુવા આગેવાન વિજયભાઇ સરમણભાઇ બાપોદરા ૩૦૦ ટેકેદારો સાથે અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતીમાં કોંગ્રેસમાં જોડાય જતા નગરપાલીકાની ચૂંટણી પૂર્વે ભાજપમાં મોટું ગાબડું પડતાં સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પોરબંદર નગરપાલિકાના અને તાલુકા - જિલ્લા પંચાયતની ચૂંટણી થોડા સમય પછી યોજાવાની છે ત્યારે રાજકીય માહોલ ગરમ થઇ રહયો છે ત્યારે બોખીરા વિસ્તારના ભાજપના મજબુત આગેવાન અને છેલ્લા ૧૦ વર્ષથી સક્રિય ભુમિકા અદા કરનાર ભાજપના યુવા આગેવાન વિજય સરમણભાઇ બાપોદરાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતીમાં કોંગ્રેસ પક્ષનો ખેંચ ધારણ કરી લીધો છે.

એક દાયકાથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય ભુમિકા અદા કરનાર ભાજપના યુવા આગેવાન વિજયભાઇ બાપોદરાએ કોંગ્રેસ પક્ષમાં વિવિધત રીતે પ્રવેશ કરીને કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં ભ્રાષ્ટ્રાચર માજા મુકી છે. વિસ્તારના લોકોના કામો થતા નથી. અગાઉની ચંૂટણીઓમાં લોકોએ તેમના ભરોસે મત આપ્યા હતા તેવા લોકોને નિરાશ કરવા પડે છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં અને અર્જુનભાઇ મોઢવાડીયાના નેતૃત્વમાં વિશ્વાસ વ્યકત કરીને ૩૦૦ ટેકેદારો સાથે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છીએ તેમ જણાવ્યું હતું.

ભાજપના યુવા આગેવાન અને બોખીરાના મહેર અગ્રણી વિજયભાઇ બાપોદરાએ પોરબંદર ખાતે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો હતો તે કાર્યક્રમમાં  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રભારી સામતભાઇ ઓડેદરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિશાન સેલના ચેરમેન પાલભાઇ આંબલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પરીમલભાઇ ઠકરાર, કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયા, છાંયા શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ રામભાઇ ઓડેદરા, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપભાઇ  ઓડેદરા, પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર, એન. એસ.યુ. આઇ.ના પ્રમુખ કિશન રાઠોડ, કોંગ્રેસના વરીષ્ઠ અગ્રણીઓ માલદેભાઇ ઓડેદરા, અતુલભાઇ કારીયા, કમલેશ ચુડાસમા, જેઠા ભાયા ઓડેદરા સહિતના અગ્રણીઓ અને બોખીરા વિસ્તારના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(11:12 am IST)