Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

જામનગરમાં વોર્ડ નંબર ૧૫-૧૬ના વિકાસ કામોમાં ગતિ લવાશેઃ રાજ્યમંત્રી જાડેજા

જામનગર, તા.૨૬: લાલપુર રોડ ઉપર વ્રજભુષણ વિદ્યાલય ખાતે રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ જામનગર સહિત સમ્રગ ગજરાતના જનજનના વિકાસ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ હંમેશને માટે નવી દિશા આપવા નિર્ણય કરી રહયાં છે તેમ લોકસંવાદ સેતુના કાર્યક્રમમાં જણાવ્યું હતું. તેઓએ લોકસંવાદ કાર્યક્રમ દ્વારા લોકો સાથે લોકોના જ વિસ્તારના વિકાસના પ્રશ્નો અંગે સિધી ચર્ચા થાય એ જ આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ છે આ વિસ્તાર નવું વિકસીત હોય તેમજ મહાનગરપાલિકામાં પણ થોડા વર્ષો પહેલા જ સમાવેશ થયેલ છે આમ  છતાં આ વિસ્તારના રહેવાસીઓને અનેક પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે ને અમુક બાકી પણ છે તે આવનારા સમયમાં મળતી થાય તે માટે જામનગર મહાનગરપાલિકાની પદાધિકારીઓની ટીમ અને ભાજપ સંગઠનની ટીમ અને હું તેમની સાથે રહી તેવા પ્રયાસો કરી રહયા છીએ.

રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ વોર્ડનં.૧ દના રહેવાસીઓને નુતનવર્ષની શુભકામના પાઠવવાની સાથે દેશના વડાપ્રધાનના પ્લાસ્ટીક મુકત ભારતના અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી અને આ પ્લાસ્ટીક મુકત જામનગર બને તે માટે કાગળની બેગ વિતરણ કરી સંદેશો આપ્યો હતો.

પુર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકીએ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હંકુભા)ને બિરદાવતા જણાવ્યું હતું કે તેઓનો લોકોની વચ્ચે રહેવાનો અનેરો અભિગમ સાથે લોકસંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમએ વિકાસની નવી દિશા પુરી પાડે છે.

શહેર ભાજપ મહામંત્રી ડો.વિમલભાઈ કગથરાએ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ની કાર્યદક્ષતાને આવકારતા જણાવ્યું હતું કે ભાજપપક્ષની વિચારધારા અને ભાજપ સરકારના વિકાસના કાર્યોને લોકો સુધી પહોચાડવાનું કામ લોકસંવાદ કાર્યક્રમમાં કરી રહયું છે.

આ કાર્યક્રમમાં વોર્ડનં.૧૫ના વોર્ડપ્રમુખ જયેશભાઈ ઢોલરીયા, અને મહામંત્રી ભરતભાઈ પરમાર, શંકરભાઈ ખિમસુર્યા અને વોર્ડનં.૧૬ના મહામંત્રી સરેશભાઈ હીરપરા સહિતના વિસ્તારના આગેવાનો નટુભાઈ કણજારીયા, દ્યનશ્યામભાઈ સાંદ્યાણી, પરેશભાઈ દોમડીયા, અરવિંદભાઈ કુકડીયા, ભાવેશભાઈ સભાડીયા, કુલદિપસિંહ જાડેજા, નિલેષસિંહ જાડેજા, શૈલેષભાઈ કુબાવત, ઈન્દુબેન પટેલ,નરેન્દ્રસિંહ જાડેજા, હસુભાઈ પેઢડીયા, જોગાભાઈ ચારણ, મન્નાભાઈ લખીયર, અરવિંદભાઈ પટેલ, ધવલસિંહ સોઢા, મહાવિરસિંહ જાડેજા, શિવરાજસિંહ ઝાલા, રિપુસિંહ, આશિષભાઈ ખાખરીયા, યોગેશભાઈ ભટ, દિલિપસિંહ જેઠવા, દિપકભાઈ શ્રીમાળી, વિપુલભાઈ ધવળ, અનિરુધ્ધસિંહ ઝાલા, દલપતસિંહ પરમાર અનેક મહાનુભાવો સહિતના લોકો ઉપસ્થિત રહયાં હતા.કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ કે. જાડેજાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુનિલભાઈ આશર, અક્ષય દવે, વિનય જાની, દિનેશ રાઠોડએ જહેમત ઉઠાવી હતી.

(12:57 pm IST)