Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જેતપુરમાં ઈંગ્લીશ દારૂ સાથે શૈલેષ અને રાજેન્દ્રસિંહ પકડાયા

પોલીસ દ્વારા કબ્જે કરાયેલ ૮૦૦૦ લીટર દેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

જેતપુર, તા. ૨૬ :. શહેર પોલીસે વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના તીનબત્તી ચોક વિસ્તારમાં ગત રાત્રીના શહેર પોલીસ પેટ્રોલીંગમાં નિકળેલ ત્યારે ધોરાજી તરફથી આવતા બાઈકને રોકી શંકાના આધારે બાઈકમાં પાછળ બેઠેલ શખ્સ પટેલ શૈલેષ પ્રેમજીભાઈ ધડુક (રહે. અમરનગર રોડ-જેતપુર) પાસે થેલામાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૩ મળી આવતા પોલીસે બાઈક હોન્ડા સ્પ્લેન્ડર નં. જીજે ૧૧ એ.એમ. ૬૧૩૨ ચાલક રાજેન્દ્ર દિલીપસિંહ જાડેજા (રહે. સુદામાનગર-જેતપુર) તેમજ પાછળ બેઠેલ શૈલેષને ઈંગ્લીશ દારૂની બોટલ ૩ તેમજ બાઈક મળી કુલ રૂા. ૨૫,૯૦૦ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

દેશી દારૂનો નાશ કરાયો

જેતપુર શહેર વિસ્તારમાં જુદી જુદી રેડ દરમ્યાન દેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડેલ હોય તેને એકત્રીત કરી કોર્ટના આદેશની નાશ કરવામા આવતો હોય તે મુજબ શહેરમાં રેડ દરમ્યાન કુલ ૮૦૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો હોય તેને ગઈકાલે કોર્ટમાંથી જજશ્રીએ નાશ કરવાનો હુકમ કરતા સીટી પી.આઈ. એન.એમ. રાણાની હાજરીમાં દેશી દારૂનો જથ્થો ભાદર નદી કાંઠે આવેલ જુના સ્મશાન પાસે નાશ કરવામાં આવેલ. દેશી દારૂનો જથ્થો નાશ કરાતા દારૂની નદી વહેવા લાગી હતી.

(4:38 pm IST)