Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

અમરેલીના આંબરડી બસ સ્ટેન્ડમાં ત્રણ સિંહ દ્વારા ૩ ગાયોનું મારણ

અમરેલી તા.ર૬ : આંબરડી ગામના બસ સ્ટેશન પર ત્રણ ગાયોનું મારણ કરેલ ત્યારબાદ આંબરડી ગામના ગોપાલગ્રામ  ગામના રસ્તે પાંચ ગાયોનું મારણ કરેલ. કુલ આઠ ગાયોનું મારણ કરેલ છે ત્રણ સિંહો સવાર સુધી ત્રણ ગાયોના મારણનો ખોરાક આરોગ્યો હતો. સવાર સુધી આખા ગામમાં આંતક મચાવ્યો હતો લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. બાદમાં આ બાબતે ૬-૩૦ વાગ્યે આંબરડી સરપંચ નવીનભાઇ રાજાભાઇ ખાણીયા, ઉપસરપંચ ખોડાભાઇ લખુભાઇ તથા માજી સરપંચ ગોવિંદભાઇ રાજાભાઇએ વન ખાતાને જાણ કરવામાં આવી હતી. આ બંને ઘટનાસ્થળે વન ખાતાના સ્ટાફ દોડી આવ્યો હતો. મારણને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યુ હતુ.

આ અગાઉ દસ દિવસ પહેલા આંબરડી ગામે રાત્રીના ૪ વાગ્યે પાંચ સિંહો આવી ચડયા હતા અને પાંચ ગાયોના મારણ કરેલ હતા. આંબરડી ગામ જંગલ વિસ્તારમાં આવેલુ છે દરરોજ સાંજ પડે આંબરડી લોકોને ચિંતા થાય અમારા માલઢોર અને પોતાની ચિંતા થતી હોય છે. ખેડુતો પોતાની વાડીએ જઇ શકતા નથી. (રાત્રીના સમયે) આ બાબતે વન ખાતુ તપાસ કરી જંગલ વિસ્તારમાંથી વાયરફેન્સીંગ કરી આપે તો આંબરડી ગામે સિંહો વનરાજા જઇ પણ નહી શકે આ બાબતે સરપંચશ્રીઓ લેખિત જણાવેલ છે. ભીખાભાઇ ખાણીયા, ખોડાભાઇ ગોબરભાઇ વી. રાજાઇ સારાભાઇ ભરવાડ, અમરાભાઇ ગોવિંદભાઇ ખાણીયા, મધુભાઇ જાદવભાઇ બલદાણીયા, કનુભાઇ ખીમાભાઇ રાઠોડે એક ગાયની કિ.રૂા.૧પ૦૦૦ લેખે વળતર મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરાઇ છે.

(4:38 pm IST)