Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

પંચગવ્‍ય નિર્મિત ખાતરમાં સબસીડી માટે વિચારણાઃ મનસુખ માંડવિયા

સમસ્‍ત મહાજન દ્વારા જીવદયા પ્રેમીઓનું ત્રિદિવસીય સંમેલન સંપન્‍ન : ગૌ આધારિત અર્થકરણ જરૂરીઃ ડો. કથીરિયા ઞ્જ ગૌસેવા થકી ભારત વિશ્વગુરૂ બનશેઃ સુરેશજી જૈન ઞ્જ સમસ્‍ત મહાજન દ્વારા ૪૦૦ ગૌસંસ્‍થાઓને રૂા. ૧ કરોડનું દાન ઞ્જ દરેક રાજ્‍યોમાં સંમેલનો થશેઃ ગિરીશ શાહ

જીવદયાની ઉત્‍કૃષ્‍ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્‍છાઓ સાથે ભારતમાં ૮૦૦૦ થી વધુ પાંજરાપોળના ટ્રસ્‍ટીવર્યો અથાક પુરૂષાર્થથી પ૦ લાખથી વધુ અબોલ જીવોનું જીવનપર્યત જતન કરે છે. આર્થિક વ્‍યવસ્‍થા, ઘાસ-ચારાની ઉપલબ્‍ધતા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે.

આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણાયાત્‍મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્‍વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર ભારતની તમામ સંસ્‍થાઓના તમામ ટ્રસ્‍ટીઓએ ત્રણ દિવસ ભેગા રહે, એકબીજાનો પરીચય થાય, એક બીજાની હૂંફ મળે અને એકબીજાનો સહકાર મળે તે માટે સમસ્‍ત મહાજનના મેનેજીંગ ટ્રસ્‍ટી, એનીમલ વેલ્‍ફેર બોર્ડ ઓફ ઇન્‍ડિયાના મેમ્‍બર શ્રી ગિરીશભાઇ શાહ (મો. ૯૮ર૦૦ ર૦૯૭૬) અને સાથી ટીમના માર્ગદર્શનમાં તેમજ એંકરવાલા અહીંસા ધામ (મહેન્‍દ્રભાઇ સંગોઇ મો. ૯૮ર૧૧ પ૧૩૬૪), શ્રી કચ્‍છ જિલ્લા પાંજરાપોળ ગૌશાળા સંગઠન (વસનજીભાઇ મો. ૯૯ર૦ર ૯૮૭ર૬), અખિલ ભારતીય સંસ્‍કૃતિ રક્ષક દળ (લલીતભાઇ ધામી મો. ૯૪ર૬૦ ૬૦૦૯૩), હિંસા વિરોધક સંઘ (અરૂણભાઇ ઓઝા મો. ૯૮રપ૪ ૭૯પ૩૮), ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘ (કે.પી. શાષાી મો. ૯૪ર૭૭ ૪૪૭૦૧), આદિ જિન ધર્મ યુવક ગ્રુપ વાલકેશ્વર-મુંબઇ (જયેશભાઇ શાહ મો. ૯૯ર૦૪ ૯૪૪૩૩), શ્રીમદ રાજચંદ્ર મિશન-ધરમપુર (રતનભાઇ લુણાવત મો. ૯૮ર૦૦ ૭૧પ૭૬), જીનાજ્ઞા યુવા ટ્રસ્‍ટ (નિપમભાઇ મો. ૯પપ૮૮ ૪પ૬૭ર) નવકાર જીવદયા ગૃપ (મો. રાજુભાઇ ૯૪ર૬૩ ૬૦૯ર૯) નવરત્‍ન પરીવાર (પ્રિતેશભાઇ ઓસવાલ) સહીતની સંસ્‍થાઓના સંયુકત ઉપક્રમે ગૌશાળા, જીવદયા સંસ્‍થાઓના ટ્રસ્‍ટીઓ (એસપીસીએ)ના પદાધિકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો કળ શ્રી સંઘના ટ્રસ્‍ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓના ત્રિદિવસીય નિવાસી સંમેલનનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું.

 એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્‍ડીયાના ચેરમેન એસ.પી. ગુપ્તા, તેમના પત્‍ની શશી ગુપ્તા, ગુજરાત ગૌ સેવા તથા ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન અને પુર્વ કેન્‍દ્રીય પ્રધાન વલ્લભભાઇ કથીરીયા, સેબીના સલાહકાર સુનીલભાઇ શર્મા, ઉતર પ્રદેશ ગૌસેવા અને ગૌચર આયોગના જોઇન્‍ટ સેક્રેટરી પ્રતિક સિંઘ જેવા અનેક અગ્રણીઓએ સંમેલનમાં હાજરી આપવા સહીત જીવદયાપ્રેમીઓનું માર્ગદર્શન કર્યુ હતું.

અમદાવાદના ઓગણજ સ્‍થિત જૈન તીર્થ પરીસંવાદ યોજાયો હતો. એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્‍ડીયાના ચેરમેન શ્રી એસ.પી.ગુપ્તાએ આ પ્રસંગે સૌને નિઃસ્‍વાર્થ જીવદયા કરવા પ્રેર્યા હતા. પ્રગતીના કેન્‍દ્રસ્‍થાને જીવદયા હોય તો બધુ શકય થઇ જાય. આપણે જો નવી પેઢીને જીવદયાના સંસ્‍કાર આપીશું તો આવનારી પેઢી આપણાથી વધુ જીવદયા કરશે. તેમણે જીવદયાના મોરચે કીડીથી લઇને હાથી સુધી દરેક જીવમાત્ર માટે પણ એવી જ સેવા કરવા પર ભાર આપ્‍યો હતો. સમસ્‍ત મહાજનના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી ગિરીશભાઇ શાહે જીવદયાના મોરચે કાર્યરત અનેક ઉત્‍કૃષ્‍ટ લોકોનાં દ્રષ્‍ટાંતો જણાવ્‍યા હતા. સંમેલનમાં ઉપસ્‍થિત ઓવા અમુકનો તેમણે ઉપસ્‍થિતોને વિગતવાર પરીચય પણ કરાવ્‍યો હતો.

અમદાવાદની બંસી ગીર ગૌશાળાની મુલાકાત  લીધી હતી. ગોપાલભાઇ સુતરીયા તથા પરીવાર સંૅચાલીત આ ગૌશાળાને કેન્‍દ્ર સરકારે દેશની સર્વોત્‍કૃષ્‍ટ ગૌશાળા તરીકે સન્‍માનીત કરી છે. સૌએ ત્‍યાં ગૌશાળા તેમજ સંલગ્ન ગુરૂકુળના અભિનવ સંચાલનની માહીતી મેળવી હતી. ગોપાલભાઇ સાથેના માર્ગદર્શન સત્રમાં સૌને ગૌશાળાનું સચોટ સંચાલન જણાવવામાં આવ્‍યું હતું. ગોપાલભાઇએ જણાવ્‍યું હતું. આપણે રાષ્‍ટ્રને ફરી એ મુકામ સુધી લઇ જવાનું છે જયાં દરેક ખેડુતના ઘરે ગાયો હોય, એ દિવસે ગૌશાળા-પાંજરાપોળોની જરૂરી નહી રહે અને સૃષ્‍ટિ પણ ફરી એવી સમૃધ્‍ધ થઇ જશે જેવી સદીઓ પહેલા હતી.

સંમેલનના છેલ્લા દિવસે માર્ગ, પરીવહન, શીપીંગ, કેમીકલ ફર્ટીલાઇઝરના કેન્‍દ્રીય પ્રધાન મનસુખભાઇ માંડવીયા, ભાજપના વરિષ્‍ઠ નેતા ભુપેન્‍દ્રભાઇ ચુડાસમા જેવા મહાનુભાવોએ મંચ શોભાવ્‍યો હતો.  મનસુખભાઇએ જણાવ્‍યું હતું જીવનનો અધિકાર જેટલો માનવીનો છે તેટલો જ તમામ જીવોનો છે. આપણે આ વાત યાદ રાખીને જીવરક્ષા કરવાની છે. ભારતમાતાને બચાવવા માટે જીવમાત્રની રક્ષા કરવી જ પડશે. કેન્‍દ્ર સરકાર દ્વારા ગૌમાતાના પંચગવ્‍યમાંથી નિર્મીત ઓર્ગેનીક ખાતરને પણ સબસીડી આપવાની ગંભીર વિચારણા થઇ રહી છે તેમ મનસુખભાઇએ જણાવ્‍યું હતું.

ગીરીશભાઇએ સમગ્ર આયોજનની સફળતા તથા ઉપયોગીતા માટે સંતોષ વ્‍યકત કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું . દેશના વિવિધ રાજયોના તમામ જીલ્લાઓમાં આ રીતે જીવદયાપ્રેમી સંમેલન યોજવાની અમારી ભાવના છે. જીવમાત્રની સેવા-સુરક્ષા કરતા માનવી પોતાના જીવનને પણ સુખી કરે, સૃષ્‍ટિને વધુ ખીલવે અને પરમાત્‍માએ આપેલા વિશ્વને ટકાવે. જીવદયા પ્રેમીઓની પ્રચંડ હાજરીથી અમને આવા આયોજન વધુ કરવાની પ્રેરણા મળી છે. એ દિશામાં સમસ્‍ત મહાજન શકય તમામ પગલા લેશે. સમગ્ર ભારતની ૪૦૦ થી વધુ સમગ્ર ભારની સંસ્‍થાઓના ૬૬પ પ્રતિનિધિઓ તથા બીજા અનેક જીવદયા પ્રેમીઓ, મહાનુભાવો, રાજકીય અગ્રણીઓની હાજરીએ જીવદયા પ્રેમી સંમેલનને અવિસ્‍મરણીય બનાવ્‍યું હતું.

સમસ્‍ત વ્‍યવસ્‍થા અંગે જયંતીભાઇ, વિજયભાઇ, રાજુભાઇ માળી, ભાઇલાલભાઇ, દેવેન્‍દ્રભાઇ જૈન, રાજીવભાઇ, કનકભાઇ પરમાર, નિલેશભાઇ, ગીરીશભાઇ સત્રા, ભરતભાઇ સંઘવી, ઉતમભાઇ, હીરાલાલભાઇ, બાલા દેસાઇ, કનુભાઇ, અમોલભાઇ શિંદે, અશોકભાઇ, સુનીલભાઇ સુર્યવંશી, વિવેકભાઇ, મનીષભાઇ, પૃથ્‍વીરાજ કાવેડી, કમલેશભાઇ,

અમીતભાઇ દેઓલ, સંજયભાઇ સહિત ભારતના અગ્રણી જીવદયા પ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી.

સમસ્‍ત મહાજનની પ્રવૃતીઓની વિશેષ જાણકારી માટે સૌરાષ્‍ટ્રમાં રાજુભાઇ શાહ (મો. ૯૮૭૯૪ ૬૧૮૭૬) મિતલ ખેતાણી (મો. ૯૮ર૪ર ર૧૯૯૯) પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩) ઝાલાવાડમાં રવીભાલ લીંબડી (મો. ૯૮રપર ર૪૪૯૧) કચ્‍છ વાગડમાં રમેશભાઇ મો. ૯૩ર૩૬ ૮૦પ૪)નો સંપર્ક કરવા સમસ્‍ત મહાજનના મેનેજીંગ ટ્રસ્‍ટી એનીમલ વેલ્‍ફેર બોર્ડ ઓફ ઇન્‍ડીયાના ચેમ્‍બર ગીરીશભાઇ શાહ મો. ૯૮ર૦૦ ૨૦૯૭૬)ની યાદીમાં જણાવાયું છે.

(4:53 pm IST)