Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જામનગરના ૪ અને ગોંડલના ૧ ચોરાઉ મોટર સાયકલ સાથે પડધરીના રાજુ આદિવાસી સહિત બે તસ્‍કર ઝબ્‍બે

જામનગર, તા., ૨૬ : સાતેક દિવસ પહેલા જામનગર ગુલાબનગરમાં અલગ અલગ સોસાયટીમાં ચાર મો.સા. ચોરી તથા ઘરફોડ ચોરીઓના નીચે મુજબના બનાવ બનવા પામેલ હતા.

રાજેશ રૂડાભાઇ સતવારાની સ્‍પ્‍લેન્‍ડર મો.સા. નંબર જીજે ૧૦ બીએસ ૦પ૪૯ કિ. રૂા. રપ,૦૦૦, વિપુલ રવિન્‍દ્ર જોષીની ડ્રીમયુગ મો.સા.નંબર જીજે-૧૦ બી.એલ. ૪ર૩૯ કિ. રપ,૦૦૦, ઉમેશ મંગાભાઇ કોળીનું સાઇન મો.સા. નંબર જીજે ૧૦ સીસી ૬૯૬૪ કિ. ૩૦,૦૦૦, રાજેન સુરેશભાઇ ગોપીયાણીનું હિરો હોન્‍ડા મો.સા. નંબર જીજે ૧૦ એ.એન. ર૯૮૯ કિ. ર,રપ,૦૦૦, ભીખાલાલ જીણાભાઇ પ્રજાપતી રહે. ગુલાબનગર વાળાના મકાનના તાળા તોડી રોકડ રકમ રૂા. ૩ર,૦૦૦ની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો.

પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળ તથા અધિક પોલીસ અધિક્ષક ઉમેશ પટેલના માર્ગદર્શન તથા એલસીબી પો.ઇન્‍સ. આર.એ.ડોડીયાની સુચનાથી એલસીબી સ્‍ટાફના માણસોને જામનગર શહેર વિસ્‍તારમાં વણશોધાયેલ ઘરફોડ ચોરીઓ તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્‍યાન એલસીબી સ્‍ટાફના જયુભા ઝાલા તથા કરણસિંહ જાડેજાને હકિકત મળેલ કે ઉપરોકત ચોરીઓ કરવામાં સંડોવાયેલ જીલ્લા અન્‍ય મો.સા. ચોરીમાં સંડોવાયેલ બે ઇસમો ચોરીનું સ્‍પ્‍લેન્‍ડર મો.સા. નંબર જીજે૧૦બીએસ ૦પ૪૯ તથા ચોરીના રોકડ રકમ લઇ વિકટોરીયા પુલ તરફથી નાગનાથ સર્કલ તરફ આવી રહેલ છે તેવી હકીકત મળતા તુરત પોલીસ સ્‍ટાફ તથા પંચો સાથે સાથે વોચમાં હતા.

તે દરમ્‍યાન ઉપરોકત હકીકત નંબરનું મો.સા.માં બે ઇસમોને વોચ દરમ્‍યાન પકડી પાડી જેમાં (૧) રાયચુભાઇ ઉર્ફે રાજુ હરસીંગભાઇ માવડીયા આદિવાસી રહે. મકાજી મેઘપર બાબભા દરબારની વાડીમાં, તા.પડધરી, મૂળ-સીંગાચોરી, થાના ટાંડા તા. કુકશી જી.ધાર મધ્‍યપ્રદેશ રાજયવાળા સાથે એક કાયદાથી સંધિષત કિશોરને પકડી પાડવામાં આવેલ હતા તેમના કબ્‍જામાંથી મો.સા. તથા રોકડ રકમ તથા અન્‍ય ત્રણ મો.સા. વિકટોરીયા પુલ પાસેથી કબ્‍જે કરવામાં આવેલ હતા.

(૧) સ્‍પ્‍લેન્‍ડર મો.સા.નંબર જીજે ૧૦ બીએસ ૦પ૪૯ કિ. રૂા. રપ,૦૦૦, (ર) ડ્રીમ યુગ મો.સા.નંબર જીજે-૧૦ બીએલ ૪ર૩૯ કિ. રપ,૦૦૦, (૩) સાઇન મો.સા.નંબર જીજે ૧૦ સીસી ૬૯૬૪ કિ. ૩૦,૦૦૦ (૪) હિરો હોન્‍ડા મો.સા. નંબર જીજે ૧૦ એ.એન. ર૯૮૯ કિ. ર,રપ,૦૦૦ (પ) રોકડ રકમ રૂા. ૧૦,૦૦૦ (૬) આઠેક દિવસ પહેલા ગોંડલમાં વર્ધમાન નગર સોસાયટી બહાર સ્‍પ્‍લેન્‍ડર મો.સા.નંબર જીજે ૦૩ એચજે ૧૪૯૯ કિ. રૂા. રપ,૦૦૦નું ચોરી કરેલ જે કબ્‍જે કરવામાં આવેલ છે.

પકડાયેલ બન્નેની સાથે ચોરીઓ કરવામાં ફરાર આરોપીઓ (૧) રમેશભાઇ નરસીંગ શીંગાડીયા રહે. ગોસડીયાગામ તા. ટાંડા, જી.ધાર રાજય-મધ્‍યપ્રદેશ (ર) રવીભાઇ નરસીંગ શીંગાડીયા રહે. ગોરાડીયાગામ સંડોવાયેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. આર.એ.ડોડીયાની સુચના મુજબ પો.સ.ઇ. વી.એમ.લગારીયા, પો.સ.ઇ. વી.વી.વાગડીયા તથા એલસીબી સ્‍ટાફના રામભાઇ સગર, જયુભા ઝાલા, વશરામભાઇ આહીર, બશીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, હરેન્‍દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, સુરેશભાઇ ડાંગર, ગજેન્‍દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ બી.જાડેજા, મીતેશભાઇ પટેલ, હરદીપભાઇ ધાધલ, ભગીરથસિંહ સરવૈયા, કમલેશભાઇ ગરસર, દિનેશભાઇ ગોહીલ, લક્ષ્મણભાઇ ભાટીયા, એ.બી.જાડેજા, અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

 

(1:40 pm IST)