Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ગેસમાં કિલોએ ર.પ૦ રૂ.નો વધારો ઝીંકાતા જ થાનગઢ પંથકના સિરામીક ઉદ્યોગને મંદીની થપાટ

જીએસટીના મારમાંથી ઉભા થતાની સાથે જ 'પડયા પર પાટુ' જેવી સ્થિતિ સર્જાઇઃ ઉદ્યોગકારોમાં રોષ

વઢવાણ તા.ર૬ : થાનગઢ તાલુકામાં ગેસ આધારીત સીરામીક વસ્તુઓના ઉત્પાદન કરતા રપ૦ થી ૩૦૦ ઉદ્યોગો કાર્યરત છે. હાલમાં ફરી ગેસ કંપની દ્વારા ભાવો વધારી દેવાયાની સાથે જ મંદીનું મોજુ છવાઇ જતા ઉદ્યોગકારોમાં રોષ ભભૂકયો છે.

આ અંગે ઉદ્યોગ વર્તુળમાં થતી ચર્ચાનુસાર થાનગઢ વિશ્વસ્તરીય સેનેટરીવેર્સ ઉત્પાદન કરતા ઔદ્યોગિક તાલુકો હોવાના કારણે ફેરફાર, પાલિકાને સારી એવી ટેક્ષની આવક ફળી રળી આપે છે. સરકાર દ્વારા સીરામીક એસ્મોજે ગુજરાત ગેસ લી. દ્વારા આપવામાં આવતો ગેસ મોંઘો હોવાથી તથા જીએસટીમાં વધારો કરાતા ઉદ્યોગકારોની સરકાર સામે લાંબી લડત બાદ ભાવ ઘટાડાતા ઉદ્યોગકારો હરખાયા હતા પરંતુ હરખ હજુ સમાયો નથી ત્યાં ગુજરાત ગેસ લી. દ્વારા ર.પ૦ કયુબીક મીટર એટલે કે કિલોએ ભાવ વધારતા સિરામીક એકમોમાં મંદી છવાઇ છે.

જાણવા મળ્યા મુજબ થાનમાં દૈનિક ર.પ૦ કિલો ભાવમાં ગેસનો વપરાશ થાય છે. આ નવા ગેસના ભાવો ડિસેમ્બર માસથી લાગુ કરવામાં આવેલ છે ત્યારે જીએસટીના મારમાંથી ઉભા થતા સીરામીક ઉદ્યોગ ઉપર પડયા પર પાટુ કહેવત જેમ ગેસનો ભાવ પડયા પર પાટુ કહેવત જેમ ગેસનો ભાવ વધારો ઝીંકી દેવાતા રોષ ફેલાયો છે. આ અંગે પાંચાલ સીરામીક એસોસીએશન પ્રમુખ સુરેશભાઇ સોમપુરા, કિર્તીભાઇ મારૂએ જણાવ્યુ કે, સરકાર તરફથી જીએસટીના દરમાં જેમ સંકલન કરીને યોગ્ય દર કરાયા તેમ થાનગઢ સીરામીક એકમોને અપાતા ગેસના ભાવોમાં પણ યોગ્ય કરવુ જરૂરી છે.

(1:38 pm IST)