Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ટંકારામાં દાગીના-રોકડની ચોરી

ટંકારા, તા., ૨૬: લક્ષ્મી નારાયણ નગરમાં રહેતા હાર્દિક ખીમજીભાઇ ભેંસદડીયાના બંધ મકાનમાં વીસેક હજાર રોકડા તથા ચાંદીની કડલી વિગેરેની ગત રાત્રીના ચોરી થયેલ.

હાર્દિક ખીમજીભાઇ હાલ ગામડે ગયેલ ચારેક દિવસથી મકાન બંધ હતું. મકાન સોસાયટીના છેવાડાના ભાગમાં આવે છે.

તસ્કરોએ તાળા કાપી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં ચીજ વસ્તુ ફેંંદી નાખેલ. કબાટમાં પર્સ રૂ. વીસ હજાર રોકડા હતા તે તથા ચાંદીની કંંડલીઓ ચોરી ગયેલ છે.

તસ્કરોએ ગ્રાઇનર મશીનથી તાળુ તોડવાનું મનાય છે. તસ્કરો આગલા દિવસે સાંજે રેકી કરી ગયાનું ચર્ચાય છે. ટંકાર પોલીસને જાણ કરેલ છે.

(1:39 pm IST)