Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ભુજ-ભચાઉમાં ભૂકંપના આંચકા

ભુજ તા. ૨૬: ઠંડીના મોજા વચ્ચે ગઇકાલે ભુજ અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગાંધીનગર સિસ્મોલોજી કચેરીના જણાવ્યાનુસાર સોમવારે સવારે ૧૧ વાગ્યાને ૧૦ મિનિટે ભુજનાં ભુજીયા ડુંગરની તળેટીમાં ૨.૮ના મેગ્નીટયુડનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ગઇકાલે સોમવારે સાંજે ૫ અને ૧૪ મીનીટે અંજાર - ભચાઉ વચ્ચે આવેલા દુધઇ તેમજ કંડોલ નજીક ૩ના મેગ્નીટયુડનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ ડિસેમ્બર મહીનામાં ૨.૮ થી ૩.૪ની તીવ્રતા ધરાવતા ભૂકંપના પાંચ આંચકા નોંધાઇ ચૂકયા છે.

(12:52 pm IST)