Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

રાણાવાવ પંથકમાં અશાંતિના પ્રયાસ પાછળ ગેંગ વોર કે અન્ય કારણ?

રાજકારણમાં વર્ષોથી જાડેજા પરિવારનો દબદબો જળવાય રહેલઃ કાંધલ જાડેજાના લગ્ન પ્રસંગમાં ચીમનભાઇ પટેલ સરકારનું આખુ મંત્રીમંડળ ઉપસ્થિત રહેલ : સામત ગોગન પછી રાણાવાવ પાલિકામાં : કાંધલ જાડેજાના વર્ચસ્વથી ખેડૂત સહિત નાના માણસોને ન્યાય મળ્યો : રાણાવાવમાંથી હિજરત કરી ગયેલ ખોજા અને મેમણ પરિવારની જમીન મિલ્કતોમાં પેશકદમી અને બોગસ પાવરનામાથી વેચાણ એક સમયે ભારે ચર્ચા જગાવેલ

પોરબંદર તા. ૨૬ : વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં મારામારી અને ત્યારપછી પેટ્રોલ પંપમાં તોડફોડના બનાવથી આમ જનતામાં ભયનું મોજુ પ્રસરી ગયેલ. રાણાવાવ પંથકમાં અશાંતિના પ્રયાસો પાછળ ગેંગ વોર કે અન્ય કારણ? તે પ્રશ્ન ચર્ચીત બન્યો છે.

રાજકારણમાં જાડેજા પરિવારનો વર્ષોથી દબદબો જળવાય રહેલ છે. પતિ સરમણભાઇ મુંજાભાઇ જાડેજાની હત્યા પછી સંતોકબેન જાડેજાએ રાજકીય કારકિર્દી શરૂ કરેલ. સંતોકબેન જાડેજા રાજકારણમાં એન્ટ્રી પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે થયેલ. આ સમયમાં પોરબંદર પોલીસે તેમના નિવાસસ્થાને અગ્નિશસ્ત્રો અને કાર્ટીસ પકડયા હતા અને પોલીસે ગુન્હો નોંધ્યો હતો. તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના ઉમેદવાર કરશનભાઇ ઓડેદરા સામે ચૂંટણી લડતા રાણાવાવ - કુતિયાણા વિધાનસભા બેઠક ઉપર સંતોકબેન જાડેજાનો જંગી લીડથી વિજય થયો હતો.

જ્યારે સ્વ. ચીમનભાઇ પટેલની સરકાર હતી ત્યારે સંતોકબેન જાડેજાનું રાજકીય વર્ચસ્વ વધ્યું હતું. કાંધલ જાડેજાના લગ્ન પ્રસંગમાં ગાંધીનગરથી આખુ મંત્રીમંડળ ઉપસ્થિત રહેલ હતું. એક સમયે કૌટુંબિક વાંધાને કારણે સંતોકબેન તેમના દીયર સ્વ. ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા સામે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ અને દીયર - ભોજાઇ વચ્ચે રસાકસી બાદ ભૂરાભાઇનો વિજય થયો હતો. 

શંકરસિંહ વાઘેલાની રાજ્ય સરકારમાં ભૂરાભાઇનું વર્ચસ્વ છતાં તેમણે કોઇ મંત્રીપદ સ્વીકાર્યું નહોતું. ભૂરાભાઇના પ્રયત્નોથી પોરબંદરને જિલ્લો જાહેર કરવામાં સફળતા મળી હતી. ત્યારપછીના સમયગાળામાં સંતોકબેનના મોટાપુત્ર અને ભુરાભાઇના ભત્રીજાનો રાજકારણમાં પ્રવેશ થયો. ચૂંટણીમાં એનસીપીમાંથી કાંધલ જાડેજાએ ઉમેદવારી નોંધાવેલ અને હરીફ ઉમેદવાર તરીકે ભાજપના કરશનભાઇ દુલાભાઇ ઓડેદરા હતા. ચુંટણીમાં કાંધલ જાડેજા વિજય થયેલ ત્યારે ગુજરાતમાં એનસીપીનો પ્રવેશ થયો હતો.

વર્તમાન સમયમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કાંધલ જાડેજા ભાજપમાં જોડાશે તેવી વાત વહેતી થઇ હતી પરંતુ સમજૂતી ન થતાં આખરે એનસીપીમાંથી ઉમેદવારી નોંધાવી અને વિજય થયા. કાંધલ જાડેજાએ ખેડૂત સહિત નાનામાં નાના માણસોને ન્યાય આપેલ છે.

રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગન ઓડેદરા તેના પ્રમુખપદ સમયગાળામાં નોંધનીય વિકાસ કામ થયેલ નહી અને નગરપાલિકામાં કાંધલ જાડેજાનું વર્ચસ્વ વધ્યું ત્યારે વિકાસકામોને વેગ મળ્યો હતો. હિજરત કરી ગયેલ અને તેમની ખેતીની જમીન સહિત મિલકતો નઘણિયાત જેવી બની ગઇ હતી. આ જમીન મિલ્કતો કસ્ટોડીયનના કબજામાં છે.

રાણાવાવમાં ખોજા અને મેમણ જ્ઞાતિનો આઝાદી પહેલાથી વસવાટ હતો. ખોજા ખેતીમાં અને મેમણ લોકો વેપાર ધંધામાં આગળ વધ્યા હતા. ૧૯૪૭ પછી ખોજા અને મેમણના મોટાભાગના પરિવારો પરંતુ મિલકતોની જાળવણી નહી થતાં પેશકદમી વધી અને બોગસ પાવરનામા દ્વારા કેટલીક મિલ્કતોનું વેચાણ થતાં ચર્ચા જાગી હતી. સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવી હતી. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગન દ્વારા સેંકડો કન્યાના લગ્ન સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું રેકર્ડ બ્રેક આયોજન કરાવેલ ત્યારે માનવતાના કાર્ય સાથે ચર્ચામાં રહ્યા હતા.

(12:51 pm IST)