Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સોમનાથમાં વાહનોની કતાર

નાતાલનાં તહેવારનાં કારણે સોમનાથમાં લોકોનો ઘસારો ઠેક-ઠેકાણે ગાડીઓની લાઇનો લાગેલ છે. સોમનાથમાં આવેલ વિશાળ પાર્કીંગ પણ બસ, ફોરવ્હીલ ગાડીઓથી ભરાયેલ અને રોડ ઉપર પણ ગાડીઓની લાઇનો જોવા મળેલ. જેનાં કારણે ટ્રાફીકની સમસ્યાઓ સર્જાયેલ. નાતાલનાં તહેવારો અને ત્રણ દિવસની રજાઓને કારણે લોકોનો પ્રવાહ ધાર્મિક સ્થળોએ વળેલ અને તેના કારણે સોમનાથમાં માવન-મહેરામણ ઉમટેલ અને ઠેક-ઠેકાણે ગાડીઓનાં થથ્થા જોવા મળેલ. ફોર વ્હીલ વાહનોની લાગેલી લાઇનો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(12:24 pm IST)