Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

પુત્રની દવા લેવા માંડવી આવી રહેલા પિતાનું રીક્ષા પલ્ટી જતાં મોત

પત્ની અને પુત્રની નજર સામે જ આંખ મિંચાઇ

 ભુજ તા. ૨૬ : કુદરત પણ ઘણીવાર વિચિત્ર કસોટી કરે છે. માંડવીના કોકલીયા ગામે રહેતા શ્રમજીવી પરિવારના વેલજી ગોપાલ મહેશ્વરી પોતાની પત્ની સાથે બિમાર પુત્રની દવા લેવા માટે માંડવી પેસેન્જર છકડો રીક્ષામાં આવી રહ્યા હતા ત્યારે છકડો રીક્ષા પલ્ટી ખાઇ જતાં વેલજીભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

માંડવી ગામના પાદરે જ શીતલા મંદિર પાસે રસ્તા આડે કૂતરું આવી જતાં છકડો રીક્ષા પલ્ટી ગઇ હતી અને પત્ની તેમજ બિમાર પુત્રની નજર સામે વેલજીભાઇનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

(11:44 am IST)