Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા

દિવ્યાંગો, અશકતો તથા સીનીયર સીટીઝન માટે ઇ-રીક્ષા સુવિધા

દ્વારકા, તા. ર૬ : દ્વારકાએ હિન્દુ ધર્મનું મહત્વનું ધાર્મિક સ્થળ હોય દર વર્ષે અહીં કરોડો કૃષ્ણભકતો દર્શનાર્થે આવતા હોય દરેક યાત્રીક ભગવાન દ્વારકાધીશના દર્શન અચૂક કરે છે. આ દર્શનાર્થીઓમાં યુવાનો ઉપરાંત મોટી સંખ્યામાં વૃદ્ધો, અશકતો તેમજ સીનીયર સીટીઝન્સ તેમજ દિવ્યાંગો પણ ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે. જેમના માટે સુવિધા કરવાના આશયથી ગઇકાલે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ફાળવાયેલી દસ ઇ-રીક્ષા શરૂ કરવામાં આવી છે. દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા આવા વૃદ્ધો, દિવ્યાંગો, અશકતો માટે જગતમંદિર પરિસરમાં દર્શનમાં સુવિધા રહે તે હેતુ ઇ-રીક્ષા સુવિધા શરૂ કરાઇ હોવાનું દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના અહેવાલમાં જણાવાયું છે.

આ પ્રસંગે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર હરીશભાઇ ઢોલરીયા, સમિતિના સભ્યો પરેશભાઇ ઝાખરીયા, રમેશભાઇ હેરમા તથા દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફીસર સી.બી. ડુડીયા, પ્રમુખ નીલાબેન ઉપાધ્યાય, ઉપપ્રમુખ પ્રધ્યુમનસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

(11:44 am IST)