Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ઓલ ઇન્ડિયા રેલ્વે ટ્રેક મેંટેનર યુનિયનની સભા મળી

વાંકાનેર તા.ર૬ : વાંકાનેર રેલ્વે કોલોની ખાતે ઓલ ઇન્ડિયા રેલ્વે ટ્રેક મેંટેનર યુનિયન, વેસ્ટર્ન રેલ્વે, રાજકોટ મંડળની બેઠક પશ્ચિમ રેલ્વેના અધ્યક્ષ રામપ્રસાદજીની અધ્યક્ષતામાં યોજાયેલ આ સભામાં ઝોનલ કોષાધ્યક્ષ અભય મીનાએ યુનિયનના ઇતિહાસની જાણકારી આપી હતી અને રાજકોટ મંડળના અધ્યક્ષ તરૂણકુમાર તેમજ રાજેન્દ્રકુમાર મીનાએ રાજકોટ મંડળની સમસ્યા ઝોનલ ટીમની સમક્ષ રાખીને એક જુથ થઇને કાર્યવાહી કરવાનું આહવાન કર્યુ હતુ.

સહાયક મહામંત્રી અમીનકુમાર, પંકજ, રાકેશ, મસ્તરામ, ભુરસિંહએ પણ સભાને સંબોધીત કરેલ અને વિભાગીય પરીક્ષા એક સરખી રાખવા કટીબધ્ધતા દેખાડી હતી. અમદાવાદ મંડળ સચિવ અખેરામે ચૂંટણીના મુદા પર આગળની રણનીતિમાં ટ્રેડ યુનિયનની ચૂંટણીમાં બધાએ સહયોગ આપવા અપીલ કરી હતી. આ સભામાં કિશોરસિંહ જાડેજા, સુરેશ યાદવ, દેવેન્દ્ર માંડીયા, અશોક અમથુ, દશરથ છના સહિત અંદાજે ર૦૦થી વધારે ટ્રેડમેને ભાગ લીધો હતો અને ટ્રેડમેનની મુખ્ય માંગણીઓ મુકવામાં આવી હતી. જેમાં વિભાગીય પરીક્ષા સમાન હોય (એલડીસીઇ) ઓપન ટુ ઓલ હાર્ડશીપ ભથ્થુ ૩૦ ટકા આપવામાં આવે. બધી જ ફાટક પર આઠ કલાકની નોકરી આપવી. તેમાં લંચ સમય સામેલ રાખવા જેવી માંગણીઓ મુકવામાં આવી હતી. (તસ્વીર-ભાટી એન.)

(11:43 am IST)