Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

પોરબંદર સાંદીપનીના ર૦ વિદ્યાર્થીઓને રાજય સંસ્કૃત સ્પર્ધામાં ગોલ્ડ અને સીલ્વર મેડલ

જુનાગઢ-પોરબંદર તા. ર૬ :.. નર્મદા જિલ્લાના ચાણોદ ખાતે જાંબુ બ્રાહ્મણ કાણ્વ સંસ્કૃત પાઠશાળા ખાતે તાજેતરમાં રાજય કક્ષાની સંસ્કૃત વિષયક સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ગુજરાતની ૪પ પાઠશાળાઓ પૈકી ર૪ સંસ્કૃત પાઠ શાળાઓના ર૭૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પોરબંદરનાં સાંદિપની વિદ્યા નિકેતનના ર૦ સ્પર્ધામાં નંબર મેળવી ૧૦ ગોલ્ડ, ૬ સીલ્વર ૪ તામ્ર ચન્દ્રક મેળવીને અનેરૂ ગૌરવ અપાવ્યું છે.

રાજય સરકારના ઉપક્રમે અને ગુજરાત રાજય સંસ્કૃત પાઠ શાળા શિક્ષક મંડળ દ્વારા  તાજેતરમાં સમગ્ર રાજયની વિવિધ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોની સંસ્કૃત વિષયક નર્મદા જિલ્લાના ચણોદ સ્થિત આવેલી શ્રી જાંબુ બ્રાહ્મણ કાણ્વ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સંસ્કૃત વિષય પર વિવિધ સ્પર્ધાઓનું રાજય સીટીપ આયોજન કરવામાં આવેલ હતું. પોરબંદરના રાષ્ટ્રીય સંત પ.પૂ. શ્રી રમેશભાઇ ઓઝા 'ભાઇશ્રી' પ્રેરિત શ્રી સાંદિપની વિદ્યો નિકેતન મહા વિદ્યાલયના ઋષિ કુમારોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

સ્પર્ધામાં રાજયની ર૪ જેટલી સંસ્કૃત પાઠશાળાનાં ઋષિકુમારો સામેલ થયા હતાં.

જેમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા ઋષિકુમારો શ્રી ઠાકર હસમુખ (વ્યાકરણ સલાકા મહાભાષ્ય), ચાવડા કરણ (ન્યાય સલાકા), શ્રી ભોગાયતા અજય (પુરાણ સલાકા), મહેતા કુલદીપ (અક્ષર શ્લોકી), મહેતા કિશન (અમરકોશ કંઠ પાઠ), ચટ્ટસાગર (વ્યાકરણ સલાકા), જોષી નીખીલ (જયોતિષ શલાકા), બોરીસાગર વિવેક(વેદાન્ત શલાકા) જોષી ભીખુ (ભગવદ ગીતા કંઠ પાઠ), શ્રી ઠાકર શીત (સાહિત્ય શલાકા), જોષી દર્શન (મીમાંશા સલાકા) જોષી ઉદય (કાવ્ય કંઠ પાઠ) પાઠક ઋષિલ (વેદાન્ત સંભાષણ) પંડયા સાવન (જૈન-બૌધ્ધ દર્શન સંભાષણ) જોષી  આશિષ (સાંખ્ય સંભાષણ),  ભટ્ટ હર્ષદીપ (જયોતિષ સંભાષણ) રત્નેશ્વર વશિષ્ટ (વ્યાકરણ સલાકા), રવિકુમાર (ધર્મશાસ્ત્ર), દિવ્યેશ રાજયગુરૂ (વેદાની સંભાષણ) અને અજય શાસ્ત્રી (શાસ્ત્રાર્થ)નો સમાવેશ થાય છે.

આ રાજયસ્તરની યોજાયેલી સ્પર્ધામાં ર૩ સંસ્કૃતના વિષયો હતા જેમાં વ્યાકરણ, વેદાંત, જયોતિષ, પુરાણ, મહાકાત્વ મીમાંશા, સાંખ્ય, સાહિત્ય, ષડદર્શન જેવા ગહન વિષય પરની સ્પર્ધામાં દબદબો રહ્યો. સાંદીપની  વિદ્યોનિકેતનના આ ઋષિ કુમારોએ પોરબંદરને ગૌરવ અપાવવા બદલ પૂજય ભાઇશ્રી, પ્રાધાનાચાર્ય બીપીનભાઇ જોષી, ડો. ગૌરીશંકર જોષી સહિત સાંદીપની સમગ્ર પરિવારે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે.

(11:42 am IST)